માંગણી:મોકુફ કરેલ બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા તાત્કાલિક યોજવાની માંગ સાથે સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સાબરકાંઠા કલેક્ટરને આવેદન પત્ર અપાયું

હિંમતનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 13 ફેબ્રુઆરીએ લેવાનાર બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા મોકૂફ જાહેર કરાતાં ભારે રોષ પેદા થયો છે અને અઢી વર્ષમાં વિવિધ કારણોસર ત્રણ-ત્રણ વખત પરીક્ષા મોકૂફ રાખી બેરોજગાર યુવાનોની ધીરજની પરીક્ષા લેવાઈ રહી હોવાની લાગણી સાથે સોમવારે એફએસઆઇ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક પરીક્ષા યોજવા માંગ કરી હતી

કલેક્ટરને આપેલ આવેદનપત્રમાંની વિગત એવી છે કે ગૌણ સેવા પસંદગી મંડળે સતત ત્રીજી વખત બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. આક્રોશ સાથે વિદ્યાર્થી કાર્યકરોએ જણાવ્યું છે કે ઓક્ટો-19 માં ધો-12 પાસ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા દેવા કે નહીં તે કારણ, બીજી વખત 17 નવે-2019 ના રોજ ટેકનિકલ કારણોસર અને હવે માંડ આયોજન થયું હતું ત્યારે વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રખાઇ છે ત્રણેય કારણો વાહિયાત જણાય છે વર્ષ 2016 થી અત્યાર સુધીમાં નવ પરીક્ષાના પેપર લીક થયા છે અને કેટલી પરીક્ષા રદ થઈ તેની કોઈ ગણતરી નથી. પરીક્ષાને પંચવર્ષીય યોજનામાં તબદીલ કરવાને બદલે પરીક્ષાર્થીઓ માનસિક સંતુલન ગુમાવે તે પહેલા તાત્કાલિક ધોરણે પરીક્ષાઓ યોજી ભરતી કરવા માંગ કરાઇ હતી. સત્યેશા લેઉઆએ જણાવ્યું કે અમારી માંગણીઓ બાબતે દુર્લક્ષ સેવાશે તો યુવાનોને સંકલિત કરી આંદોલન કરાશે.

અન્ય સમાચારો પણ છે...