તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:હિંમતનગરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી સ્ટ્રીટલાઇટો બંધ

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એજન્સી સાથે કરાર હોવા છતાં સ્ટ્રીટ લાઇટો ચાલુ કરાઇ નથી
  • કેબલ તૂટી ગયો હોવાથી સમસ્યા: સ્ટ્રીટ લાઇટ વિભાગ ચેરમેન

હિંમતનગર શહેરની પશ્ચિમે આવેલ મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી રાત્રી દરમિયાન અંધારપટ છવાયેલો છે. સ્થાનિક કાઉન્સિલરો દ્વારા પણ આ બાબતે નોંધ પણ લેવાઈ નથી એજન્સી સાથે કરાર થયેલ હોવા છતાં પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

વોર્ડ નં. 1 માં રહેતા શ્રવણભાઈએ જૂના બજાર દેસાઈવાડાના નાકે સ્ટ્રીટ લાઈટ માટે રજૂઆત કરતાં ધમકીભર્યા સૂરમાં જવાબ મળ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી શહેરની પશ્ચિમે આવેલ મોટા ભાગના રહેઠાણ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ છે. રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે. પાલિકા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સ્ટ્રીટ લાઈટ મેન્ટેનન્સ માટે ઈએસએસએલ કંપની સાથે 7 વર્ષનો કરાર થયેલ છે અને મેન્ટેનન્સની જવાબદારી એજન્સીની છે. જ્યારે હાલમાં મેન્ટેનન્સની કામગીરી પાલિકાના કર્મચારીઓ કરી રહ્યા છે. જે બાબત પણ ચર્ચાનું કેન્દ્ર બની છે.

આ અંગે સ્ટ્રીટ લાઇટ વિભાગના ચેરમેન દિલીપભાઈ પટેલે જણાવ્યું કે કેબલ તૂટી ગયો હોવાથી સમસ્યા સર્જાઈ છે. જેના માટે કર્મચારીઓને સૂચના આપી છે અને આજે સમસ્યાનું નિરાકરણ આવી જશે.

અન્ય સમાચારો પણ છે...