આત્મનિર્ભર ગ્રામ યાત્રા:સાબરકાંઠામાં આજથી ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ

હિંમતનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતની 36 સીટના 300 ગામોમાં રથ પરિભ્રમણ કરશે,રૂ.6541 લાખથી વધુના વિવિધ કામોનું લોકાર્પણ,ખાતમુહૂર્ત અને યોજનાના લાભોનું વિતરણ કરાશે

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજથી જિલ્લામાં ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો આરંભ થનાર છે જે અંતર્ગત સમીક્ષા બેઠક જિલ્લા કલેકટર હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે મળી હતી.યાત્રા દરમિયાન જિલ્લામાં રૂ. 6541 લાખથી વધુ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત અને વિવિધ યોજનાના લાભોનું વિતરણ કરાશે. યાત્રા સા.કાં. જિલ્લા પંચાયતની 36 બેઠકમાં 3 રથ પરિભ્રમણ કરશે જેમાં રથ- 1માં 108 ગામ અને રથ-2 અને 3 માં 96-96 ગામ મળી કુલ 300 ગામોને આવરી લેવાશે.

કલેક્ટર હિતેષ કોયાએ જણાવ્યું કે આત્મનિર્ભર ગ્રામ યાત્રાના આરંભ સવારના 8થી 8.30 કલાક દરમિયાન ગ્રામજનો, શિક્ષકો, આંગણવાડી કાર્યકર, આશા બહેનો, સખી મંડળ, યુવક મંડળ, અને પાણી સમિતિ દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ રેલી યોજાશે તેમજ સવારના 8.30થી 9.15 કલાક શાળાઓ, પંચાયત, આંગણવાડી, પોસ્ટ ઓફિસ, બેંક, દૂધ મંડળી, પશુ દવાખાના, સબ સેન્ટર, વેલનેસ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સફાઇ કરી સ્ટેજ કાર્યક્રમ કરાશે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એમ.ડામોરે જણાવ્યું કે 36 બેઠકમાં ગ્રામયાત્રા દરમિયાન રૂ.1986.02 લાખના 727 વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તેમજ રૂ.4190.67 લાખના 590 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાશે. જ્યારે 1003 લાભાર્થીઓને રૂ.364.38 લાખથી વધુ રકમની વિવિધ યોજનાકીય સાધન સહાયનું વિતરણ કરાશ. શેરી નાટક, પશુ સારવાર કેમ્પ સહિત કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...