તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગરના ગુહાઇ યોજનામાં 15 વર્ષથી સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જગદીશભાઇના પુત્ર રજનીકાંત ડામોર (24) યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાતાં મૃતકના પિતાએ પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.યુવાને કયા કારણસર આત્મહત્યાનું પગલું ભર્યું તે અંગેનું રહસ્ય અકબંધ છે. જગદીશભાઇ બાબુભાઇ ડામોર(52, રહે.બ્લોક નં.સી/2 ગુહાઇ કોલોની મૂળ રહે.કુંડોલ પાલ ભિલોડા અરવલ્લી)ગુહાઇ યોજનામાં 15 વર્ષથી સિનીયર કલાર્ક તરીકે નોકરી કરે છે.
તેમનાત્રણ સંતાનો પૈકી બીજા નંબરનો દીકરો રજનીકાંત (24) રિક્ષા ચલાવે છે જે 15 દિવસ અગાઉ અમદાવાદ નોકરીની શોધમાં ગયો હતો. હોળી ધુળેટીના તહેવારોમાં તેઓ વતન કુંડોલ પાલથી અપડાઉન કરતા હતા. તે દરમ્યાન રજનીકાંતે ફોન કરી મકાનની ચાવી અંગે પૂછપરછ કરતાં બંન્ને ચાવી તેમની પાસે હોવાનું જણાવ્યું હતું.
બાદમાં તેઓ સોમવારે ઓફિસના કામે મહેસાણા જઇ હિંમતનગર બસ સ્ટેશને સાંજના છ વાગ્યા સુમારે પરત આવ્યા હતા ત્યારે કૌટુંબિકભાઇ વિશાલ બરંડાનો ફોન આવ્યો કે તમારુ ઘર અંદરથી બંધ છે અને ટીવી ચાલુ છે જેથી શંકા પડતાં તેઓ ઘેર જઇને જોયું તો તેમનો દીકરો તેના બેડરૂમમાં છત ઉપરના કડાએ દુપટ્ટાથી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.