વાવાઝોડાની અસર:વાવાઝોડું ફૂંકાતાં હિંમતનગરમાં સોલાર પ્લેટો, વક્તાપુર-દોલગઢમાં પતરા ઉડ્યાં

હિંમતનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજયનગર તાલુકાના ખોખરામાં વાવાઝોડામાં ઘરના નળિયા ઉડ્યા

ગુરૂવાર રાત્રે વાવાઝોડા અને વરસાદને પગલે હિંમતનગરના મહેતાપુરાથી RTO સર્કલ સુધી રોડની બંને સાઈડમાં લગાવાયેલ સ્ટ્રીટ લાઈટના થાંભલા ઉપરની સોલર પ્લેટો ઉડીને રોડ ઉપર પડી હતી. તો કેટલીક લારીઓ અને કેબીનો પણ ભારે પવનના કારણે દૂર દૂર સુધી ફંગોળાયા હતા.

વક્તાપુર
વક્તાપુર

વાવાઝોડાના કારણે વૃક્ષો જમીનદોસ્ત થયા હતા જ્યારે વકતાપુર ગામે બે મકાનની છતનાં પતરાં ઉડ્યાં હતા. સદનસીબે કોઇ જાનહાની થવા પામી નથી. બે પરિવારોને સલામત સ્થળે ખસેડાયા હતા.

દોલગઢ
દોલગઢ

ગુરૂવાર રાત્રે વાવાઝોડું ફૂંકાતાં હિંમતનગર તાલુકાના દોલગઢ ગામમાં પતરાના શેડ વગેરે ઉડી ગયા હતા. જો કે કોઇ જાનહાની થઇ ન હતી.

વિજયનગરમાં ગુરૂવાર મોડી સાંજે વાવાઝોડા સાથે પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેમાં ખોખરામાં કાળુભાઇ નાથાજી ડોડીયાર,કાંતિલાલ કુરાજી ડોડીયારઅને તેમના ભાઈ સુભાષ ડોડિયાર ના ઘરના નળીયા ઉડી ગયા હતા. જ્યારે એક,મકાન પડી ગયું હતું. સાથેજરાજસ્થાન બોર્ડર પર વન વિભાગ દ્વારા નિર્મિત કુટિર પણ જમીન દોસ્ત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...