તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એસઓજીએ શનિવારે સાંજે પેટ્રોલિંગ દરમિયાન હિંમતનગરના ધાણધા ફાટક પાસે 4 બાઇક ચાલક પોલીસને જોઇ ભાગવાનો પ્રયાસ કરતાં ઝડપી પૂછપરછ કરતાં સાણંદ અને હિંમતનગર, ખેડબ્રહ્મા અને ઈડરમાંથી ચોરીની કબુલાત કરી હતી. શનિવારે સાંજે એસ.ઓ.જીએ પેટ્રોલિંગ દરમિયાન 4 બાઇક ચાલકને પકડી પૂછપરછ કરતાં પ્રવિણ ઉર્ફે પન્નાલાલ વેલા રામજી ભગોરા (રહે.નાઈફળા તા.ખેરવાડા) એ તેના મિત્ર મુકેશ શકરા પરમાર(રહે.આંબલીઘાંટીફળા મહુડીયા તા.ખેરવાડા) સાથે મળી સાણંદથી દોઢેક વર્ષ અગાઉ અરવિંદકુમાર રમેશચંદ્ર કરોવા (રહે.કરોવા ફળો સીકલવાસતા.ખેરવાડા) એ તેના મિત્ર રામલાલ અમ્રતલાલ નિનામા (રહે.બરોઠીબ્રાહ્મણા તા. ખેરવાડા) સાથે મળી હિંમતનગરના સરવણામાંથી એક વર્ષ અગાઉ, સાગરકુમાર રમેશભાઈ ડામોરે (રહે.ચંદવાસા તા.વિજયનગર) ઇડર ભિલોડા ત્રણ રસ્તે કોમ્પ્લેક્સ નીચેથી 1 વર્ષ અગાઉ અને બહાદુરસિંહ બંસીલાલ ભગોરા (રહે.ઢીંકવાસ તા.ખેરવાડા) એ તેના મિત્ર કમલેશ કુલીલાલ મોડીયા (રહે.ખોજાનઘાટી તા.ખેરવાડા)સાથે મળી 10 દિવસ અગાઉ ખેડબ્રહ્મા મામલતદાર કચેરી સામે આવેલ દવાખાના આગળથી બાઈક ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.