તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:એસઓજીએ તલોદ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનાના 2 આરોપી ઝડપ્યા

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચાંદીના રાણી છાપ સિક્કા બતાવી ઓછી કિંમતમાં આપવાનું કહી વિશ્વાસમાં લઇ પિત્તળનો હાર સોનાનો કહી આપી છેતરપિંડી આચરતાં

સા.કાં. એસઓજીએ સલાટપુર ત્રણ રસ્તા ખાતેથી તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપીંડીના ગુનાના બે આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

એસઓજી સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી અનુસંધાને એસઓજી પીઆઇ વાય.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.કે.રાઠોડ તથા તેમનો સ્ટાફ તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચાંદીના રાણી છાપ સિક્કા બતાવી ઓછી કિંમતમાં આપવાનું કહી વિશ્વાસમાં લઇ ત્યારબાદ સોનાનો હાર જમીન ખોદકામ કરતા મળેલ હોવાનુ જણાવી પિત્તળનો હાર સોનાનો છે જણાવી બે શખ્સોએ છેતરપીંડી આચરી હતી જે બંને શખ્સો સલાટપુર ત્રણ રસ્તા ખાતે આંટા ફેરા મારે છે જેથી તાત્કાલિક બાતમી વાળા સ્થળે પહોંચી રાજુભાઇ ચુનીલાલ સલાટ (રહે. કુબેરનગર, નહેરૂનગર છાપરા, ખોડીયાર માતાજીના મંદિર પાસે સરદારનગર અમદાવાદ) તથા પ્રભુભાઇ ધર્માભાઇ સોલંકી (સલાટ) (રહે. સંજયનગર શીવાજી ફળીયુ, વારસીયા વડોદરાવાળા) મળી આવતા બંનેને પકડી પૂછપરછ કરતા તલોદના લલીતભાઇને બંને જણાએ ચાંદીના રાણી છાપ સિક્કા બતાવી ઓછી કિંમતમાં આપવાનું કહી વિશ્વાસમાં લઇ પિત્તળનો હાર સોનાનો કહી આપી છેતરપીંડી આચરી હોવાનુ જણાવતા બંનેની અટકાયત કરી મુદ્દામાલ કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો