રજૂઆત:આરોગ્યકેન્દ્રોમાં ભરતી માટે SI બેરોજગારોએ આવેદન પાઠવ્યું

હિંમતનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવેમ્બર 2016 પછી ભરતી ન કરાતાં ઉમેદવારોમાં આક્રોશ

એસ.આઇ. બેરોજગાર યુવા સમિતિએ આપેલ આવેદનપત્રની વિગત મુજબ 24 નવેમ્બર 2016 માં એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, લેબ ટેક., ફાર્માસિસ્ટ વર્ગ-3 ની ભરતી કરાઇ હતી. ત્યારબાદ આજદિન સુધી કોઇ ભરતી કરાઇ નથી. રાજ્યના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમપીએચડબલ્યુની 2239, એફએચડબલ્યુ 4137, મુખ્ય સેવિકાની 1100 તથા લેબ.ટેક. અને ફાર્માસિસ્ટની અઢળક જગ્યાઓ ખાલી છે. જો આ જગ્યાઓ પર સીધી ભરતી કરાય તો ગુજરાતના અસંખ્ય બેરોજગાર યુવાનો અને યુવતીઓને રોજગારી મળી શકે તેમ છે.

ગ્રામ્ય કક્ષાએ એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, મુખ્ય સેવિકા, લેબ.ટેક., ફાર્માસિસ્ટ જે પાયાના કર્માચારી ગણાય છે અને વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ પણ પૂરી પાડે છે અને કોરોનામાં આજ પાયાના કર્મચારીઓએ કામગીરી કરી લોકોના જીવ બચાવ્યા છે. આટલી બધી જગ્યાઓ ખાલી હોવા છતાં જો અગામી સમયમાં ભરતી નહીં કરાય તો ગ્રામ્ય કક્ષાએ પ્રજાના આરોગ્ય પર વિપરીત અસર પડી શકે છે.

બેરોજગાર યુવાનોએ અવાર નવાર તાલુકા જિલ્લા કક્ષાએ રૂબરૂ રજૂઆત કરી હોવા છતાં સંતોષ થાય તેવો કોઇ સ્પષ્ટ જવાબ મળ્યો નથી અને આવનાર સમયમાં પંચાયતોની ચૂંટણી આવતી હોવાથી નજીકના દિવસોમાં ભરતીની જાહેરાત કરવાની માગ સાથે DDOને સમિતિએ આવેદન આપ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...