સહાય:સરકારી યોજનાના લાભાર્થીઓને યોજનાકીય સહાય અર્પણ કરાઇ

હિંમતનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠા જિલ્લામાં ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામયાત્રાનો પ્રારંભ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુરૂવારથી ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો આરંભ થયો છે જે અંતર્ગત સા.કાં. જિલ્લામાં મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે ખેડબ્રહ્માની આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ ખાતેથી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે આઝાદીકાળ સાથે સંકળાયેલ સ્મૃતિઓને ઉજાગર કરવાની સાથે ભારતીય સંસ્કૃતિથી પરીચિત કરાવવા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.

આ પ્રસંગે કલેક્ટર હિતેષ કોયાએ જણાવ્યું કે જિલ્લા પંચાયતની 36 બેઠકમાં યોજાનાર ત્રિ- દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમ્યાન રૂ. 1986.02 લાખના 727 વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તેમજ રૂ.4190.67 લાખના 590 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે જ્યારે 1003 લાભાર્થીઓને રૂ.364.38 લાખથી વધુ રકમની વિવિધ યોજનાકીય સાધન સહાયનું વિતરણ કરાશે.

તેમજ શેરી નાટક, પશુ સારવાર કેમ્પ અન્ય વિવિધ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મ ચાવીનું વિતરણ તથા અન્ય યોજનાના લાભાર્થીઓને યોજનાકીય સહાય અર્પણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...