તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:સાબરકાંઠામાં 24 કલાકમાં સરેરાશ 1 ઇંચ અરવલ્લીમાં 15 દી'બાદ છુટોછવાયો વરસાદ

હિંમતનગર,મોડાસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધાનેરામાં પોણા ત્રણ, રાધનપુરમાં અઢી ઇંચ, તલોદમાં 2 ઇંચ વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં જૂનના બીજા સપ્તાહમાં ખેડૂતોએ વાવેતર કરી દીધા બાદ ત્રણ સપ્તાહ ઉપરાંત સમયથી વરસાદે હાથ તાળી આપી દેતાં ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. પરંતુ છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ એક ઇંચ વરસાદ વરસતાં મૂરઝાતી મોલાતને જીવતદાન મળ્યુ છે. જોકે, આ વરસાદ પર્યાપ્ત ન હોવાનુ જાણવા મળી રહ્યુ છે. અરવલ્લીમાં છેલ્લા 15 દિવસ બાદ મોડાસા ભિલોડા મેઘરજ બાયડ ધનસુરા અને માલપુર તાલુકાના ઉભરાણ પંથકમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડતાં ચોમાસુ પાકોને જીવતદાન મળ્યું હતું.

સાબરકાંઠામાં તા.08-07-21 સુધીમાં 152400 હેક્ટરમાં ખરીફ વાવેતર થઇ ચૂક્યુ છે. ખેડૂત અગ્રણી જયેશભાઇ પટેલે જણાવ્યુ કે ખેતરમાંથી પાણી નીકળે એટલા વરસાદની જરૂર છે પરંતુ અાટલા વરસાદ બાદ એક સપ્તાહ લંબાયુ છે. મદદનીશ ખેતી નિયામક ર્ડા. સૂર્યકાન્ત પ્રજાપતિએ જણાવ્યુ કે પાકને જીવતદાન મળી ગયુ છે હાલ પૂરતુ ખેડૂતોને પિયતની સમસ્યા નહી રહે હજુ બે ત્રણ દિવસ વરસાદી માહોલ છવાયેલો રહેવાની સંભાવના છે.

એકસાથે 2 લો પ્રેશર સિસ્ટમ અને ટ્રફલાઇનના કારણે ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના વાવને બાદ કરતાં 47 પૈકી 46 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં ધાનેરામાં પોણા ત્રણ ઇંચ, રાધનપુરમાં અઢી ઇંચ, પાટણ, સરસ્વતી, સમી, શંખેશ્વર, ડીસા અને તલોદમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો.

સાંજે 6 વાગ્યા સુધી વરસાદ
તાલુકોવરસાદકુલ
હિંમતનગર1390
ઇડર34136
વડાલી32260
ખેડબ્રહ્મા2089
પોશીના33135
પ્રાંતિજ044
તલોદ4878
વિજયનગર38173
(વરસાદના આંકડા મીમીમાં)
અન્ય સમાચારો પણ છે...