કોરોના ઇફેક્ટ:સા.કાં. ફાયર ટીમ 4 માસથી રજા લીધા વિના કામ કરે છે

હિંમતનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સિવિલની એમ્બ્યુલેન્સને સેનેટાઇઝ સહિતના કામ કરે છે

કોરોના મહામારીને પગલે સાબરકાંઠા જિલ્લામાં લોકડાઉન અમલી બન્યુ ત્યારથી જ જિલ્લાની ફાયર ટીમ છેલ્લા 4 માસથી એક પણ દિવસની રજા લીધા વિના રાત દિવસ કામગીરી કરી રહી છે અને જિલ્લાવાસીઓને કોરોના વોરિયર્સ બની કોરોના સામે તથા અન્ય રોજીંદી બનતી ઘટનાઓથી પણ બચાવવાની કામગીરી કરી રહી છે.

ચાર માસથી મહામારીને પગલે જિલ્લા વાસીઓને રક્ષણ મળી રહે તે માટે ફાયર ટીમના કોરોના વોરિયર્સ રાત દિવસ એક પણ રજા લીધા વિના કામગીરી કરી રહી છે. ફાયર ઇન્સ્પેક્ટર પ્રતાપસિંહ દેવડાએ જણાવ્યું કે કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા જાહેર જગ્યાઓને, જે વિસ્તારમાં કન્ટેનમેન્ટ વિસ્તારને અને ઘરોને, તમામ સરકારી ઓફિસો અને સરકારી વાહનો કે જ્યાં વધુ લોકોની અવર-જવર રહેતી હોય તથા સિવિલ, સિવિલની એમ્બ્યુલેન્સ તમામ વાહનોને સેનેટાઇઝ કરવાની કામગીરી સાથે સાથેે ડૂબતા લોકોને બચાવવા, આગના બનાવ રોકવા જેવા કામો ચાર માસથી રાત દિવસ ફાયર વિભાગના કોરોના વોરિયર્સ કર્મચારીઓ કરી રહી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...