તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:સાબરકાંઠા એસટી ડિવિઝન દ્વારા રાજસ્થાન રૂટની 7 બસો શરૂ

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનમાં લોકડાઉન થતાં બંધ કરાઇ હતી

સા.કાં. એસ.ટી. ડિવિઝન દ્વારા રાજસ્થાનમાં કોરોનાની બીજી લહેરને કારણે લોકડાઉન અમલી બનતાં રાજસ્થાન રૂટ પર જતી બસોની સેવા બંધ કરાઇ હતી. જેથી મુસાફરોને હાલાકી થઇ હતી. પરંતુ ગત બુધવારે એસ.ટી. ડિવિઝન દ્વારા હિંમતનગર ડેપોની 4, પ્રાંતિજ ડેપોની 2 અને ઇડરની ડેપોની એક મળી કુલ 7 બસોના રૂટ શરૂ કરાયા છે. જેનો રાજસ્થાનના મુસાફરોને લાભ થશે. હવે રાજસ્થાનમાં કેસો ઘટતા બુધવારે તા. 16-06-21 ના રોજ સા.કાં. એસ.ટી. દ્વારા જોધપુર, કાલીન્દ્રી, બાડમેર, જાલોર સહિતની 7 બસોના રૂટ શરૂ કરાયા છે જેમાં હિંમતનગર ડેપોની 4 બસ, પ્રાંતિજ ડેપોની 2 બસ અને ઇડરની ડેપોની એક બસનો સમાવેશ થાય છે.

શરૂ કરાયેલ એસટી રૂટ
ડેપો બસનો રૂટ
હિંમતનગરડેપો હિંમતનગર થી જોધપુર
હિંમતનગરડેપો અમદાવાદ થી કાલીન્દ્રી
હિંમતનગરડેપો અમદાવાદ થી જાલોર
હિંમતનગરડેપો હિંમતનગર થી બાડમેર
ઇડર ડેપો અમદાવાદ - જોધપુર
પ્રાંતિજડેપો પ્રાંતિજ થી જાલોર - વાયા અમદાવાદ
પ્રાંતિજડેપો તલોદ થી જાલોર - વાયા અમદાવાદ

અન્ય સમાચારો પણ છે...