તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સા.કાં. SOGએ ઘરફોડનો 1 વર્ષથી ફરાર આરોપી ઝડપ્યો

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિજયનગરમાંથી બાતમી આધારે દબોચી લીધો

સા.કાં. એસઓજીએ વિજયનગર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને બાતમીને આધારે બી.એસ.એન.એલ. ત્રણ રસ્તા વિજયનગરથી ઝડપી પાડી આગળની કાર્યવાહી અંતર્ગત વિજયનગર પોલીસને સોંપ્યો હતો.

એસઓજી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એસઓજી પીઆઇ વાય.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી અનુસંધાને પીએસઆઇ કે.કે.રાઠોડ તથા સ્ટાફ વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો છેલ્લા 1 વર્ષથી નાસતો ફરતો આરોપી રાહુલ ઉર્ફે આરીફ આન્દ્રીયાસભાઇ અસારી (રહે. મોવતપુરા તા. વિજયનગર) બી.એસ.એન.એલ. ત્રણ રસ્તા વિજયનગર ખાતે ઉભો છે. જેથી બાતમી વાળા સ્થળે પહોંચી સાડા ચારેક વાગ્યે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી અંતર્ગત વિજયનગર પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો