કાર્યવાહી:સા.કાં. બેે દિવસમાં ખનીજ ચોરી કરતા ત્રણ વાહનો ઝડપાયા

હિંમતનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાણ ખનિજ વિભાગની રૂ.6.50 લાખના દંડની વસુલાત કરવા તજવીજ

સાબરકાંઠા ખાણ ખનિજ વિભાગ દ્વારા હિંમતનગર, ઇડર, પોશીના, ખેડબ્રહ્મા, વડાલી, પ્રાંતિજ, તલોદ અને વિજયનગર તાલુકાના તમામ વિસ્તારોમાં આકસ્મિક રેડ કરી ખનિજ ચોરી અટકાવવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે છેલ્લા બે દિવસ દરમિયાન વિભાગે બિનઅધિકૃત રીતે ખનીજ ચોરી કરતા એક હિટાચી મશીન, એક જેસીબી મશીન તથા એક ડમ્પરને જપ્ત કરી દંડકીય કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.

સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર ખાણ ખનિજ વિભાગે તા.04/01/2022 ના રોજ ઇડર તાલુકાના ફલાસણ ખાતે આવેલ સાબરમતી નદીપટ્ટમાં સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત રીતે ખનન કરવા બદલ એક હિટાચી મશીન મોડલ નં.ઇ.એક્ષ-200-એલ.સી. ને જપ્ત કરી જાદર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડી આપી છે.

તેમજ હિંમતનગરના કાંકણોલ ખાતે પરવાનગી વગર સાદી રેતી ખનીજનું વહન કરતા એક જેસીબી મશીન નં.જી.જે-09-ડી.એ-0094 ને જપ્ત કર્યું છે તથા એક ડમ્પર નં.આર.જે-27-જી.ડી-6187 ને પણ સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત રીતે રોયલ્ટી પાસ કરતા વધારે વહન કરવા બદલ જપ્ત કર્યું છે અને તમામ વાહનોમાં રૂ.6.50 લાખથી વધુ રકમની દંડકીય વસુલાત કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...