કોરોના કહેર:સા.કાં. માં વધુ 7 ને કોરોના, 3 દર્દીના સારવારમાં મોત

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મોડાસામાં 3 અને બાયડના માધવકંપામાં 1 કેસ

બુધવારે સાબરકાંઠામાં સાત પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં હિંમતનગરમાં 3, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા અને તલોદમાં એક - એક વ્યક્તિ સંક્રમિત થયા હતા. દહેગામમાં 79 વર્ષીય વૃદ્ધા, તલોદમાં નાના ચેખલાના 66 વર્ષીય વૃદ્ધ અને બાયડના 39 વર્ષીય પુરુષનું સારવારમાં મોત થયું હતું. તલોદના નાના ચેખલામાં રહેતા મીઠાલાલ કોદરભાઈ દરજી (66) દહેગામના તારાબેન રમેશચંદ્ર મોદી (79) અને બાસડ જિલ્લાના ઘડી તાલુકાના ભવરસિંહ કાલુસિંહ રાવ (39) નું સારવાર દરમિયાન મોત થયુ હતુ.

હિંમતનગરની ઇલોરાપાર્ક સોસાયટીમાં 72 વર્ષીય પુરૂષ, ચાંપલાનાર ગામમાં 58 વર્ષીય પુરૂષ, પટેલપાર્ક સોસાયટીમાં 35 વર્ષીય પુરૂષ, ઇડરના કુકડીયા ગામમાં 30 વર્ષીય પુરૂષ, તલોદમાં કૃષ્નકુંજ સોસાયટીમાં 74 વર્ષીય પુરૂષ, વડાલીમાં લક્ષ્મીપુરા કંપામાં 39 વર્ષીય પુરૂષ, ખેડબ્રહ્મામાં સિવિલ ક્વાર્ટરમાં 58 વર્ષીય મહિલાનો કોવિડ - 19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મોડાસાના ભોઈવાડામાં 43 વર્ષીય પુરુષ, નાલંદાવન સોસાયટીમાં 50 વર્ષીય પુરુષ અને જલદર્શન સોસાયટીમાં રહેતા 34 વર્ષીય પુરુષ અને બાયડના માધવકંપામાં રહેતા 42 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...