પરિણામ:સા.કાં. જિલ્લા સંઘની ચૂંટણીમાં સત્તા પરિવર્તન, ભાજપનો ઝંડો લહેરાયો

હિંમતનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘની યોજાયેલ ચૂંટણીમાં ચાર વિભાગનું પરિણામ આવતા 40 વર્ષના કોંગ્રેસના શાસનનો અંત થયો છે. અગાઉ વર્ષોથી કોંગ્રેસના આગેવાન અંબાલાલભાઈ ઉપાધ્યાયનો દબદબો હતો. આ ચૂંટણીમાં 15 સભ્યો ચૂંટાયા તેમાં મોટાભાગના ભાજપના આગેવાનો ચૂંટાયેલા જાહેર થયા છે. અગાઉ મોટાભાગના ઉમેદવારો બિનહરિફ થયા છે. જેમાં સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશભાઈ અમીચંદભાઈ પટેલના નેતૃત્વમાં ચુંટણીમાં ભાજપના સભ્યો ચૂંટાતા કોંગ્રેસના શાસનનો અંત થયો છે.

ખેડબ્રહ્મા એ.પી.એમ.સી.ના ચેરમેન જશુભાઈ જગુભાઈ પટેલ ચેરમેન તરીકે તેમની બિનહરીફ વરણી કરનાર હોવાનું જાણવા મળ્યુ છે. ધુળાભાઈ તળશીભાઈ પટેલ, શામળભાઈ સવજીભાઈ પટેલ, દેસાઈ બાબુભાઈ રામજીભાઈ, વાઘેલા મણીભાઈ જેઠાભાઈ, શાહ અલકાબેન સતીષભાઈ, ચંદ્રિકાબેન ગુણવંતલાલ જાષી, પટેલ મહેશભાઈ અમીચંદભાઈ, મણીભાઈ ઈશ્વરભાઈ પટેલ, ઢાપા અહમદભાઈ નશીરભાઈ, પટેલ અશોકકુમાર રેવાભાઈ, પટેલ રાજેન્દ્રકુમાર શિવાભાઈ, પટેલ જશુભાઈ જગુભાઈ, ર્ડા.પંકજકુમાર રામજીભાઈ પટેલ, પટેલ બાબુભાઈ ગોપાળભાઈ, પટેલ જીતેન્દ્રકુમાર ચીમનભાઈ ચૂંટાઈ આવતા મહેશભાઈ પટેલને પણ ભાજપ મોવડી મંડળ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...