તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફળોના બમણાં ભાવ:સા.કાં. જિલ્લામાં ફળોના ભાવ બમણાં કરી વેપારીઓ ખુલ્લેઆમ ઉઘાડી લૂંટ ચલાવે છે

હિંમતનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
વિટામિન સી વાળા ફળોની બજારમાં માંગ વધી રહી છે. - Divya Bhaskar
વિટામિન સી વાળા ફળોની બજારમાં માંગ વધી રહી છે.
 • કોરોના દર્દીઓ માટે ઉપયોગી વિટામીન-સી યુક્ત ફળોના ભાવ પણ વધ્યા

કોરોના દર્દીઓ માટે વિટામીન સી વાળા ફળો ખાવા આરોગ્ય માટે લાભદાયક છે જેથી બજારમાં મળતા મોસંબી, નારંગી, ડ્રેગન ફ્રૂટ, દ્રાક્ષ, કિવી, લીંબુ, પાઈનેપલ સહિતના ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાથી બજારોમાં આ ફળો ની માંગ વધી છે. સાથે સાથે ફળોના ભાવ બમણાં થયા છે.

સંક્રમણ થી બચવા અથવા તેને અટકાવવા રોગપ્રતિકારક શક્તિ માણસમાં વધુ હોવી જરૂરી છે. જેમાં વિટામીન સી વાળા ફળો ખાવા ડોક્ટર પણ જણાવી રહ્યા છે હાલમાં કોરોના સંક્રમણ કાબૂ બહાર નીકળી ગયું છે ત્યારે બજારોમાં જે ફળોમાં વિટામીન સી ભરપૂર માત્રામાં મળી રહે છે જેવા કે મોસંબી, નારંગી, ડ્રેગન ફ્રૂટ, દ્રાક્ષ, કિવી, લીંબુ, પાઈનેપલ સહિતના ફળોની માંગમાં વધારો થયો છે અને ભાવ પણ વધ્યા છે તથા વેપારીઓ દ્વારા ફળોના ભાવમાં ઉઘાડી લૂંટ પણ ચલાવાઈ રહી છે. સામાન્ય સમયમાં લીંબુના ભાવ 40 થી 50 રૂપિયા હતા.

જે અત્યારે 100 થી 120 પ્રતિકિલોના ભાવે વેચાઇ રહ્યા છે અને મોસંબી અને નારંગી અગાઉ રૂ. 100 ની 6 નંગ મળતી હતી જે અત્યારે 100 રૂપિયાની 4 નંગ મળી રહી છે. જ્યારે લીલા નારિયેળ પહેલા રૂ.30 માં એક મળતું હતું તે અત્યારે રૂ.80 થી રૂ.100 ના ભાવે મળી રહ્યું છે આ સિવાય સફરજન પણ અગાઉ રૂ.80 થી 100 ના ભાવે વેચતા હતા તે અત્યારે રૂ.180 થી 200 ના ભાવે વેચાઈ રહ્યાં છે જ્યારે અનાનસ નો અગાઉ ભાવ રૂ. 30 થી 40 હતો. જે હાલમાં રૂ. 60 થી 70 થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો