તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સરોલી પ્રા.શાળાના શિક્ષક અને પ્રાંતિજના તાજપુરની બે શિક્ષિકાના ઇજાફા અટકાવ્યા

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠા જિલ્લાના 3 શિક્ષકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા રેકર્ડ બીજા શિક્ષક પાસે લખાવવા અને અન્ય કારણો સહિત ચાલી રહેલ કેસમાં હિંમતનગરના સરોલી પ્રાથમિક શાળાના શિક્ષકની તાલુકા ફેરબદલી સાથે બે વર્ષ નો ઇજાફો અટકાવવાનો અને પ્રાંતિજની તાજપુર પ્રાથમિક શાળામાં અગાઉ તાળાબંધી થવાના જુના કેસમા બે શિક્ષિકાઓનો એક વર્ષ નો ઇજાફો અટકાવવાનો હુકમ કરાયો હતો.

સરોલી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અશોકકુમાર રમેશભાઇ પ્રજાપતિએ અન્ય સહકર્મી પાસે જબરજસ્તીથી રેકર્ડ લખાવવા મામલે અને અન્ય ફરિયાદો અંતર્ગત થયેલ સુનાવણી બાદ ગુણદોષને આધારે જિ. પ્રા.શિક્ષણાઅધિકારી હર્ષદભાઇ ચૌધરી દ્વારા બડોલી પ્રા. શાળા-1 માં બદલી કરવા સહિત ભવિષ્ય ની અસર સિવાય બે વર્ષ નો ઇજાફો અટકાવવા, હસુબેન કેશવલાલ પટેલ ઉ.શિ.પંથાલ તા.ખેડબ્રહ્મા તથા પટેલ શિતલબેન દિનેશભાઇ ઉ.શિ. ભદ્રેસર તા.ઇડર બંનેને પ્રાંતિજના તાજપુર ખાતે થયેલ તાળાબંધીના કિસ્સામાં એક વર્ષ નો ઇજાફો અટકાવવાનો આદેશ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser