નિર્ણય:હિંમતનગ૨ પાલિકાના હંગામી કર્મીઓનો પગારો વધારો કરાયો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આશરે 130 કર્મીઓને 1500 ના ૫ગા૨ વધારાનો લાભ મળશે
  • 11 માસના​​​​​​​ કરાર આધારિત વર્ષોથી ફ૨જ બજાવતા કર્મચારીઓનો પગાર હાલની મોંઘવારીને ધ્યાને લઈ ઘણો ઓછો હોઈ વધા૨ો કર્યો

હિંમતનગ૨ નગરપાલિકામાં પાલિકા પ્રમુખની યતીનબેન બી.મોદી, કારોબારી અધ્યક્ષ સાવનભાઈ એલ.દેસાઈ તેમજ મુખ્ય અધિકા૨ી યશપાલસિંહ એન.વાઘેલા સાથે બેઠક યોજાઈ હતી. જેમાં 11 માસના કરાર આધારિત વર્ષોથી ફ૨જ બજાવતા કર્મચારીઓનો પગાર હાલની મોંઘવારીને ઘ્યાને લઈ ઘણો ઓછો હોઈ તેમાં વધા૨ો ક૨વાનો સૂ૨ વ્યક્ત થયો હતો અને ૫૨ામર્શના અંતે આ કર્મચારીઓના માસિક ૫ગા૨માં રૂ.1500 જેટલો વધારો ક૨વાનો નિર્ણય કરાયો હતો.

હિંમતનગ૨ પાલિકામાં છેલ્લા 15 થી 20 વર્ષથી અલગ–અલગ વિભાગમાં ફ૨જ બજાવતા તંદન હંગામી અને 11 માસના કરાર આધારિત આશરે 130 જેટલા કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી ઓછો પગા૨ લઈ કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન રૂ.1500 જેટલો ૫ગા૨ વધારો ક૨વાનો નિર્ણય લેવાતા દિવાળીના તહેવાર સ્વરૂપે આ કર્મચારીઓને પગાર વધારાની ધનતે૨સના દિવસે જ ભેટ મળતા આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. આ કર્મચારીઓને પગાર વધારાનો લાભ તા.1 લી નવેમ્બ૨–2021 થી મળશે.

અન્ય સમાચારો પણ છે...