તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ATMમાં છેડછાડ કરી ટ્રાન્ઝેક્શન પૂરૂ થાય તે પહેલા પૈસા કાઢી લેતી મેવાતી ગેંગનો સાગરિત હિંમતનગરથી ઝડપાયો

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પોલીસે હરિયાણા પાસીંગની શંકાસ્પદ કારમાંથી એક શખ્સને ઝડપ્યો હતો - Divya Bhaskar
પોલીસે હરિયાણા પાસીંગની શંકાસ્પદ કારમાંથી એક શખ્સને ઝડપ્યો હતો
 • તાજેતરમાં હરિયાણાની મેવાતી ગેંગે હિંમતનગરમાં ATMમાંથી 5.86 લાખ કાઢી લીધા હતા
 • DIEBOLD કંપનીના એટીએમ ને જ નિશાન બનાવવાની ગેંગની મોડેસ ઓપરેન્ડી બહાર આવી

ચોક્કસ કંપનીના એટીએમમાં છેડછાડ કરી ટ્રાન્ઝેક્શન પૂરૂ થાય તે પહેલા પૈસા કાઢી લેવાની મોડસ ઓપરેન્ડી વાળી મેવાતી ગેંગ ફરી એકવાર હિંમતનગરમાં કાંડ કરે તે પહેલા બી ડિવિઝન પોલીસે હરિયાણા પાસીંગની શંકાસ્પદ કારમાંથી એકને ઝડપી પૂછપરછ કરતાં તાજેતરમાં હિંમતનગરમાં અને અગાઉ ગાંધીનગર તથા આણંદમાં એટીએમ સાથે છેડછાડ કરી લાખોની ચોરી કબૂલાત કરી હતી.

તાજેતરમાં હિંમતનગરના ન્યાયમંદિર રોડ પર પંજાબ એન્ડ સિંધ બેન્કના એટીએમની કેશમાં રૂ. 5,86,500 નો ઘટાડો થયાની ચોંકાવાજનક બીના બહાર આવ્યા બાદ ફૂટેજ ચેક કરતાં ત્રણેક શખ્સોએ ઉપયોગમાં લીધેલ એટીએમ કાર્ડના એકાઉન્ટમાંથી નાણાં કપાયા ન હતા. પરંતુ એટીએમ કેશમાં કપાત થઇ હતી એટીએમમાં નવા પ્રકારે થયેલ ચોરીને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી અને નવી ઓપરેન્ડીથી ગુના આચરનારાઓનુ પૃથક્કરણ કરતાં હરિયાણાની મેવાતી ગેંગ સક્રીય હોવાનુ ધ્યાને આવ્યુ હતું.

બી ડિવિઝન પીએસઆઇ એ.વી. જોષી એ જણાવ્યુ કે તપાસ દરમિયાન ગુરૂવારે હરિયાણા પીસીંગની શંકાસ્પદ વેગનઆર નં. એચ.આર-74-એ-9198 આ વિસ્તારમાં જ ફરી રહી હોવાની માહીતી મળતાં કારને કોર્ડન કરી ચાલક ઝકરૂદ્દીન અબ્દુલ રહેમાનની પૂછપરછ કરતાં તેની વર્તણૂક શંકાસ્પદ જણાતાં કારમાં તપાસ હાથ ધરતાં સફેદ ચાવીઓ, 15 એટીએમ, ડીસમીસ મળી આવતા અટકાયત કરી પૂછપરછ કરતાં અન્ય ત્રણ સાગરિતો સાથે મળી ન્યાયમંદિર વિસ્તારમાં પંજાબ એન્ડ સિંધ બેંકમાં રૂ. 5,86,500 તથા આણંદ અને ગાંધીનગરમાં એટીએમમાંથી ચોરીની કબૂલાત કરી હતી.

DIEBOLD કંપનીના એટીએમને જ નિશાન બનાવવાની ગેંગની ઓપરેન્ડી
મેવાતી ગેંગના સભ્યો કોઇ પણ એટીએમમાં ઘૂસી મશીન કઇ કંપનીનુ છે તેની ચકાસણી કરે છે. DIEBOLD કંપનીનુ મશીન હોય તો જ નિશાન બનાવે છે. પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર એટીએમમાંથી પૈસા કાઢવા દરમિયાન ટ્રાન્ઝેક્શન પુરૂ થાય તે પહેલા મશીનનો પાવર ઓફ કરી દે છે જેથી પૈસા હાથમાં આવી જાય છે પરંતુ ખાતામાંથી કપાતા નથી.

એટીએમ કાર્ડ પણ પરિચીતોના જ હોય છે
મેવાતી ગેંગ DIEBOLD કંપનીના એટીએમમાં જ ચોરી કરી છે. આ કંપનીની ખામી હોય કે અન્ય કંઇ પરંતુ મેવાતી ગેંગને આમાં ફાવટ આવી ગઇ છે. ચોરી માટે વાપરવામાં આવતા એટીએમ કાર્ડ પણ તેમના પરિચીતોના હોય છે અને કેટલાક કિસ્સામાં ચોરી કર્યા પછી જે તે કાર્ડ હોલ્ડર બેંક પાસે નાણા મેળવવા પણ ક્લેમ કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો