છેતરપિંડી:હિંમતનગરના સાચોદર બ્રાન્ચ પોસ્ટ માસ્તરે 3.34 લાખની ઉચાપત કરી

હિંમતનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 ખાતેદારોના ખાતામાંથી ખોટી સહીઓ કરી નાણાં ઉપાડી લીધા
  • ઓડિટ દરમિયાન બહાર આવતાં રૂરલ પોલીસે ગુનો નોંધ્યો

હિંમતનગરના સાચોદરમાં બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવવા દરમિયાન 6 જેટલા ખાતામાંથી વિડ્રોઅલ ફોર્મમાં ખાતેદારોની ખોટી સહીઓ કરી રૂ.3.34 લાખની ઉચાપત કરી લીધાનું ઓડિટ દરમિયાન બહાર આવતા રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતાં ખળભળાટ મચી ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સાચોદરમાં બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા હિરેનકુમાર નરેશભાઇ પટેલે તા.28-02-19 થી તા.03-09-20 દરમિયાન બ્રાન્ચના ખાતેદારોના બચત ખાતા નં. 8393414028, 8383475896 સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતા નં. 3836498447, 3898308913 તથા રિકરીંગ ડિપોઝીટ ખાતા નં. 4098167515 અને 3508924748 માં જમા થયેલ નાણાં વિડ્રોઅલ ફોર્મમાં ખાતા ધારકોની ખોટી સહીઓ કરી કુલ રૂ.3,34,000 ઉપાડી લીધા હતા. ડિપાર્ટમેન્ટલ ઓડીટ દરમિયાન આ બાબત ધ્યાન પર આવતા હિરેનકુમાર નરેશભાઇ પટેલને સસ્પેન્ડ કરી જાદર હિસાબી કચેરીમાં બદલી કરી તપાસ હાથ ધરાઇ હતી અને ઉચાપત થયાનું પ્રસ્થાપિત થતાં ઇન્સપેક્ટર ઓફ પોસ્ટ ઓફિસ ઉત્તર ઉપવિભાગ વિશાલકુમાર નવિનચંદ્ર બ્રહ્મભટ્ટે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...