તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:સાબરકાંઠામાં 4 દી'માં સરેરાશ 2.5 ઇંચ વરસાદ પડતાં 2.28 લાખ હેક્ટરમાં વાવેતરને ફાયદો

હિંમતનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાજપુરકુઈ પંથકમાં ખેતરોમાં પાકને જીવતદાન મળ્યું - Divya Bhaskar
તાજપુરકુઈ પંથકમાં ખેતરોમાં પાકને જીવતદાન મળ્યું
  • 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન મોસમનો સરેરાશ 7.45 ટકા વરસાદ નોંધાયો

સાબરકાંઠામાં ઓગસ્ટ લગભગ કોરો પસાર થઇ ગયા બાદ છેલ્લા ચારેક દિવસથી ઝરમરથી માંડી ઝાપટા સ્વરૂપે તમામ તાલુકામાં અઢી ઇંચથી માંડી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં જિલ્લામાં 2.28 લાખ હેક્ટરમાં થયેલ ખરીફ વાવેતરને કટોકટીના સમયે જ પિયત મળી ગયું છે અને ફાયદો થયો છે. 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન મોસમનો સરેરાશ 7.45 % વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના વર્તારા મુજબ બીજી સિસ્ટમ પણ સક્રિય બનતાં 5 સપ્ટેમ્બરથી વરસાદની સંભાવના છે. 29 ઓગસ્ટ સુધી સા.કાં. જિલ્લામાં મોસમનો સરેરાશ માત્ર 31.73 ટકા વરસાદ નોંધાયો હતો.

પરંતુ ઓગસ્ટના અંતિમ ચરણમાં વરસાદી સિસ્ટમ ફરીથી સક્રિય બનતાં સમગ્ર જિલ્લામાં નિયમિત અંતરાલે વરસાદ વરસ્યો હતો. તલોદ પ્રાંતિજ પોશીના અને વિજયનગર તાલુકામાં કુલ 3 ઇંચથી માંડી સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદના નવા રાઉન્ડથી ખેતીપાકને કટોકટીના સમયે પિયત મળી ગયુ છે પરંતુ જળસંગ્રહનું સંકટ યથાવત રહ્યું છે.

હિંમતનગર તાલુકામાં સૌથી ઓછો 43 મીમી એટલે કે પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. કેટલાક નિષ્ણાંત ખેડૂતોના જણાવ્યાનુસાર જે મગફળીનુ વહેલુ વાવેતર કરાયુ છે અને મગફળી બેસવાની શરૂ થઇ ગઇ છે તેવા કિસ્સામાં હવે વરસાદ થવાની સ્થિતિમાં મગફળી અંદર જ ઉગી જવાની ચિંતા પેદા થઇ છે.

સાબરકાંઠામાં વરસાદની છેલ્લા ચાર દિવસથી સ્થિતિ
તાલુકો29-08-21 ટકાવારી02-09-21 ટકાવારી
ઇડર25025.6729530.29
ખેડબ્રહ્મા19523.3324128.83
તલોદ20926.2928535.85
પ્રાંતિજ28734.9137344.95
પોશીના27933.6636443.91
વડાલી36842.241047.02
વિજયનગર34741.3643451.73
હિંમતનગર22326.4226631.52
કુલ26975 317333339.18
અન્ય સમાચારો પણ છે...