પેપર લીક કાંડમાં ધરપકડ:સાબરકાંઠા પોલીસે વધુ એક આરોપીને હાલોલથી ઝડપ્યો, મુખ્ય આરોપી જયેશના બેંક એકાઉન્ટમાં રૂ. 8 લાખ ફ્રીજ

હિંમતનગર14 દિવસ પહેલા
  • અત્યાર સુધીમાં 33 આરોપીઓની ધરપકડ થઈ છે અને રૂ. 78.96 લાખ જપ્ત કરાયા છે

2021ના અંતમાં ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી પરીક્ષાનું પેપર લીક કાંડમાં નવા વર્ષ 2022માં પણ ધરપકડ અટકાયતનો દોર ચાલુ છે. સાબરકાંઠા પોલીસે વધુ એક આરોપી હાર્દિક પટેલને હાલોલથી ઝડપી પાડ્યો છે. અત્યાર સુધી 33 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે. જેમાં અત્યાર સુધી રૂ. 78,96,500ની રોકડ જપ્ત કરવામાં આવી છે.

પેપર લીકનો 33મો આરોપી હાલોલથી ઝડપાયો
પેપર લીક કાંડમાં સંડાવાયેલો હાર્દિક ખેમચંદ પટેલ ઉ.વ.25, મૂળ રહીશ- 72/2 કૃષ્ણનગર સોસાયટી, ગોવિંનદગર દાહોદ, હાલ રહેઠાણ- રાધે રેસિડેન્સી ભીમનાથ મહાદેવ હાલોલ જિલ્લો પંચમહાલને ગઈકાલે રાત્રે 10-10 ધરપકડ કરાઈ હતી.

અત્યાર સુધી કેટલા રૂપિયા જપ્ત કરાયા

  • દર્શન કિરીટ વ્યાસ પાસેથી રૂ. 23 લાખ
  • મંગેશ શશીકાંત સિરકે પાસેથી રૂ. 7 લાખ
  • જયેશ ઈશ્વર પટેલ પાસેથી રૂ. 20 લાખ
  • રવિ અરવિંદ પટેલ પાસેથી રૂ. 4 લાખ
  • સંજય ઈશ્વર પટેલ પાસેથી રૂ.2 લાખ 86 હજાર 500
  • રાજેશ ધીરજ અગ્રાવતની પત્ની પાસેથી રૂ. 8 લાખ

મુખ્ય આરોપી પાસેથી જપ્ત કરાયેલા મુદ્દામાલ
જયેશ ઈશ્વર પટેલના બેંક એકાઉન્ટમાંથી રૂ. 8 લાખ ફ્રીજ કરવામાં આવ્યા છે. ઉપરાંત પેપરલીક કાંડમાં ઉપયોગમાં લેવાયેલા વાહનોસ, લેપટોપ, પ્રિન્ટર અને મોબાઈલ પણ કબ્જે કરવામાં આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...