કાર્યવાહી:સાબરકાંઠા એલસીબીએ 2 વર્ષથી ફરાર આરોપી પકડ્યો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂના ગુનામાં આરોપી ફરાર હતો

સા.કાં. એલસીબીએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ ને બાતમી આધારે ધાણધા ફાટક પાસેથી ઝડપી પાડ્યો હતો. એલસીબી પીઆઇ એમ.ડી. ચંપાવત ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.યુ. મુરીમાં તથા સ્ટાફ હિંમતનગર એડિવિજન પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન બાતમી મળી હતી કે વર્ષ 2020 માં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં 2 વર્ષ થી વોન્ટેડ આરોપી હરચંદ રાયમલ રબારી ( રહે.સાંકડ તા.સાંચોર, જી. ઝાલોર , રાજસ્થાન) હિંમતનગર ધાણધા ફાટક પાસે ઉભો છે જેથી પોલીસે ધાણધા ફાટક પાસે જતા આ શખ્સ મળી આવતાં અટકાયત કરી આગળની કાર્યવાહી માટે એડિવિજન પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...