વાવેતર:સાબરકાંઠા જિલ્લામાં પોણા બે લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠામાં ગત વર્ષે સારા ભાવ મળતાં ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ મગફળીનું 50 ટકા કરતાં વધુ વાવેતર થયું છે ઓછો અને અનિયમિત વરસાદ છતાં મગફળીનું પોણા બે લાખ ટન ઉત્પાદન થવાનો આધિકારિક અંદાજ મૂકાયો છે. ત્યારે ટેકાના ભાવે સરકાર દ્વારા થતી ખરીદીની પોલિસીમાં ફેરફાર કરી વધુ ને વધુ ખેડૂતોને લાભ મળે તેવી આશા સેવાઈ રહી છે. મગફળીના બમ્પર ઉત્પાદનના અંદાજે ખરીફ સીઝનનું ચિત્ર બદલી કાઢ્યું છે.

હિંમતનગર યાર્ડમાં ગત સપ્તાહથી મગફળીની આવક શરૂ થઇ છે અને દિવાળી પૂર્વે જ સપ્તાહના અંતે 22 થી 24 હજાર બોરી સુધી આવક પહોંચી ગઈ છે. ચાલુ વર્ષે જિલ્લામાં 76991 હેક્ટરમાં વાવેતર થયું છે ઓછો અને અનિયમિત વરસાદ છતાં મગફળીના પાકનું બમ્પર ઉત્પાદન થવાની અપેક્ષા છતાં ખુલ્લા બજારમાં ટેકાના ભાવ કરતાં વધુ ભાવ મળી રહ્યા હોવાથી દિવાળી પૂર્વેજ ખેડૂતો મગફળી વેચાણ કરી રોકડું પેમેન્ટ મેળવી રહ્યા છે. ગત સપ્તાહ દરમિયાન ભાવનો ઉતાર-ચઢાવ છતાં રૂ.1100 થી 1499 સુધીના ભાવ ટકી રહ્યા હતા. જે ટેકાના ભાવ પ્રતિ 20 કિલો રૂ.1110 થી વધુ છે હિંમતનગર માર્કેટ યાર્ડ સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બે માસ સુધી મગફળીની આવક ચાલુ રહેશે.

સાબરકાંઠા જિલ્લામાં 76,991 હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે અને 1.77 લાખ ટન ઉત્પાદન મળવાનો કૃષિ વિભાગ દ્વારા અંદાજ મૂકાયો છે. ચાલુ સિઝનમાં રૂ.1100 થી 1499 જેટલા ભાવ મળી રહ્યા છે.આટલા ઉત્પાદનના અંદાજથી ખેડૂતો પણ ખુશ છે.

મગફળી ઉત્પાદનનો અંદાજ

તાલુકોવાવેતરઉત્પાદન(ટનમાં)
હિંમતનગર2508557695.5
ઇડર2097948251.7
ખેડબ્રહ્મા583213413.6
પોશીના49.2
પ્રાંતિજ730516801.5
તલોદ1164826790.4
વડાલી579913337.7
વિજયનગર339779.7
કુલ769911,77,079.30

અન્ય સમાચારો પણ છે...