તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યક્તિગત ફાળો:સાબરકાંઠા કલેક્ટરે સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે સૈનિક કલ્યાણ નિધિમાં ફાળો આપ્યો

હિંમતનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર બહાદુર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર અને સુરક્ષિત રીતે પોતાનો જીવન નિર્વાહ કરી શકે તેવા ઉમદા હેતુથી 7 ડિસેમ્બર 1949થી દેશમાં ‘ સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરાય છે. સોમવારે સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સી.જે.પટેલે સૈનિક કલ્યાણ નિધિમાં વ્યક્તિગત ફાળો આપ્યો હતો અને જિલ્લાજનોને પણ ફાળો આપવા અપીલ કરી હતી.

સાબરકાંઠા કલેક્ટર સી.જે. પટેલ તેમજ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કમાંડર શશીકુમાર ગુપ્તાએ દેશના સીમાડાઓથી માંડીને પૂર-વાવાઝોડા-ભુંકપ જેવી કુદરતી આપત્તિઓના સમયે નાગરિકોના જાન-માલ બચાવ અને રાહતની કામગીરી કરનારા વીર જવાનોના કલ્યાણ અર્થે સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે જિલ્લાવાસીઓને ફાળો આપવા અનુરોધ કર્યો હતો. સશસ્ત્ર સેના ધ્વજ દિવસે દેશના લોકો પાસેથી ભારતીય સશસ્ત્ર દળના કર્મચારીઓના કલ્યાણ માટે ભંડોળ એકત્ર કરે છે જેનો ઉપયોગ દેશની રક્ષા કાજે શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત થયેલા સૈનિકોના પુન:વસવાટ માટે તેમજ નાની ઉંમરમાં સશસ્ત્ર સેનાઓમાંથી નિવૃત્ત થતા સૈનિકો અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે વિવિધલક્ષી કલ્યાણકારી યોજનાઓ બનાવવા માટે કરાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો