તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૉટર ઑડિટ રિપોર્ટ:સાબરકાંઠા-અરવલ્લીને વરસાદની જરૂર, બંને જિલ્લામાં ડેમોનાં તળિયાં દેખાયાં

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વરસાદે રીતસરની હાથતાળી આપતાં ગુહાઇ ડેમમાં માત્ર 11.25 ટકા જ પાણીનો જથ્થો બચ્યો - Divya Bhaskar
વરસાદે રીતસરની હાથતાળી આપતાં ગુહાઇ ડેમમાં માત્ર 11.25 ટકા જ પાણીનો જથ્થો બચ્યો
  • બંને જિલ્લાના ડેમોમાં ગત વર્ષની સરખામણીએ 80 કરોડ લિટર પાણીની ઘટ
  • સૌથી વિકટ સ્થિતિ ગુહાઈ ડેમની, જેમાં માત્ર 7.71 કરોડ લિટર પાણીનો જથ્થો બચ્યો
  • એક માત્ર અરવલ્લી જિલ્લાના મેશ્વો ડેમમાં સાૈથી વધુ 43.41% પાણી છે

ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીની સપાટી પણ સતત ઘટી રહી છે અને ગત વર્ષે 6 જુલાઇની સરખામણીએ બંને જિલ્લાના 8 જળાશયોમાં 80 કરોડ લિટરની ઘટ પ્રવર્તી રહી છે અને ડેમના તળીયા દેખાવા શરૂ થઈ ગયા છે. સૌથી વિકટ સ્થિતિ ગુહાઈ જળાશયની છે જેમાં માત્ર 7.71 કરોડ લિટર પાણીનો જથ્થો બચ્યો છે અને તેમાંથી હિંમતનગરમાં 45 થી 50 લાખ અને 14 ગામમાં 15 થી 16 લાખ લીટર પાણી પ્રતિદિન ઉલેચાય છે. બીજી બાજુ એક માત્ર અરવલ્લી જિલ્લાના મેશ્વો ડેમમાં સાૈથી વધુ 43.41% પાણી છે.

જળાશયોમાં નવા નીરની આવક થઇ નથી જેને કારણે જેટલા જળાશયોમાંથી પીવાના પાણીનું વિતરણ થઇ રહ્યું છે તેમાં પણ સમસ્યા સર્જાવાના એંધાણ મળી રહ્યા છે.ડેમ બનાવીને વરસાદી પાણીનો વિપુલ પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવે છે અને તે પાણીનો સિંચાઈ તથા પીવા માટે ઉપયોગ કરાય છે. છેલ્લા ત્રણ વર્ષથી અનિયમિત અને કેચમેન્ટ એરિયામાં અપૂરતા વરસાદથી સા.કાં. અરવલ્લી જિલ્લામાં પાણીનો પર્યાપ્ત જથ્થો સંગ્રહ થઇ શકતો નથી.

બંને જિલ્લાના મુખ્ય 8 ડેમની કુલ સંગ્રહ શક્તિ 1314.2 કરોડ લિટર પાણીની છે તેની સામે 6 જુલાઈએ કુલ 420.91 કરોડ લિટર જથ્થો બચ્યો છે જ્યારે 6 જુલાઈ-20 ના રોજ 501.39 કરોડ લિટર જથ્થો હતો.સાબરકાંઠા જિલ્લાના ગુહાઈ જળાશયમાં ગત વર્ષે 9.77 કરોડ લિટર જથ્થો હતો જ્યારે ચાલુ વર્ષે 7.71 કરોડ લિટર જથ્થો બચ્યો છે જ્યારે હરણાવ-2 ડેમમાં ગત વર્ષે 8.29 કરોડ લિટર જ્યારે ચાલુ વર્ષે 6.54 કરોડ લિટર પાણીનો જથ્થો બચ્યો છે.

જુલાઈ માસનું પ્રથમ સપ્તાહ પૂરૂ થવા આવ્યુ છે પરંતુ વરસાદ વરસ્યો નથી અને જળાશયોમાં નવા નીરની આવક થઇ નથી જેને કારણે જેટલા જળાશયોમાંથી પીવાના પાણીનું વિતરણ થઇ રહ્યું છે તેમાં પણ સમસ્યા સર્જાવાના એંધાણ મળી રહ્યા છે.એક માત્ર અરવલ્લી જિલ્લાના મેશ્વો ડેમમાં સાૈથી વધુ 43.41% પાણી છે.જુલાઈ માસનું પ્રથમ સપ્તાહ પૂરૂ થવા આવ્યુ છતાં હજુ યોગ્ય વરસાદ પડ્યો નથી.

ડેમોમાં રહેલા પાણીની વિગત

પાણીનો જથ્થો કરોડ લિટરમાં

ડેમક્ષમતા06-07-2006-07-21
વાત્રક158.272.6751.52
ગુહાઇ68.759.777.71
માઝૂમ43.8618.6816.51
હાથમતી152.9351.5750.54
જવાનપુરા2.50.150.15
હરણાવ-221.678.296.54
મેશ્વો53.1525.2123.06
ધરોઇ813.14315.05264.92
કુલ1314.2501.39420.91

છેલ્લા પાંચ વર્ષમાં ઉત્તર ગુજરાતનો વરસાદ

વર્ષ20162017201820192020
ટકાવારી86.38%135.76%53.17%121.90%113.17%
જૂન2886659073
જુલાઇ199721167103125
ઓગસ્ટ289130106376543
સપ્ટેમ્બર25315422283
ઓક્ટોબર6301958

(નોંધ : વરસાદ મીમી માં દર્શાવ્યો છે.)

વપરાશ, ગુહાઇ ડેમમાંથી દૈનિક 60 લાખ લિટર પાણીનો ઉપાડ, ચિંતાનું કોઇ જ કારણ નથી: તંત્ર
ગુહાઇ ડેમમાં હાલમાં 7.71 કરોડ લિટર પાણીનો જથ્થો છે ગુહાઇ ડેમમાંથી પ્રતિદિન હિંમતનગર શહેર માટે 45 થી 50 લાખ લિટર અને 14 ગામો માટે 15 થી 16 લાખ લિટર પાણી ઉલેચાય છે. કાળઝાળ ગરમી અને જમીનમાં પાણીનું શોષાવુ તથા જથ્થો ઓછો થતાં ડહોળુ પાણી આવવુ સહિતના પરિબળોને ગણતરીમાં લેતાં દસેક દિવસ જેટલુ ચાલે એટલો જથ્થો બચ્યો છે. પાણી પુરવઠા વિભાગના ડે. એન્જી તૃષા પટેલે જણાવ્યુ કે ચિંતાનું કોઇ કારણ નથી આખો મહિનો ચાલે એટલુ પાણી છે અને જરૂર પડે ત્યારે નર્મદાનું પાણી મંગાવી શકવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

આગાહી, 9 જુલાઇથી વરસાદનો બીજો રાઉન્ડ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતમાં હજુ 2 દિવસ સારા વરસાદના કોઇ એંધાણ નથી. જોકે, આ દરમિયાન હળવા ઝાપટાંની શક્યતા છે. 10 જુલાઇએ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની પ્રબળ શક્યતા છે. આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી મધ્ય પ્રદેશ સુધી આવશે. લો પ્રેશર સિસ્ટમની શરૂઆત સાથે 9 જુલાઇથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 9 મીએ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવા વરસાદની શક્યતા છે. 10 જુલાઇએ પણ ઉત્તર ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે તા.11 થી 16 જુલાઇ વચ્ચે સાર્વત્રિક સારા વરસાદની શક્યતા પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...