તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સાબર ડેરી દ્વારા 11.6 %ભાવફેર જાહેર કરાયો, દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ સરેરાશ રૂ 42 વધુ મળશે

હિંમતનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયામક મંડળની બેઠકમાં નિર્ણય કરાયો, 21 તારીખે ભાવફેર ચૂકવી દેવાશે

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3 લાખથી વધુ દૂધ ઉત્પાદકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે તે દૂધના ભાવફેરનો નિર્ણય લેવા ગુરુવારે મળેલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં 11.6 ટકા લેખે વિક્રમજનક રૂ. 360 કરોડ ચૂકવવાનું ઠરાવાયું હતું. વિતેલા નાણાંકીય વર્ષમાં ડેરી દ્વારા સરેરાશ રૂ.770 કિલોફેટના ભાવ ચૂકવાયા છે. 11.6 ટકા ભાવફેર ચૂકવવાનું જાહેર થતા દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે રૂ. 42 મજરે મળતા વર્ષ 2020-21 માટે કિલો ફેટનો ભાવ સરેરાશ રૂ.842 જેટલો રહેશે.

ગુરુવારે સાબરડેરીના ચેરમેન શામળભાઇ પટેલ, ડો. વિપુલ પટેલ, એમડી બી.એમ. પટેલ વગેરેની હાજરીમાં મળેલ નિયામક મંડળની બેઠકમાં બંને જિલ્લાની 1800 થી વધુ દૂધ મંડળીઓના એકાઉન્ટમાં 11.6 ટકા ભાવફેર પ્રમાણે કુલ રૂ.360 કરોડ ચૂકવવા સંઘની સામાન્ય સભામાં મંજૂરી મળવાની અપેક્ષાએ ઠરાવાયુ હતું. ડેરીના ચેરમેન શામળભાઇ પટેલે જણાવ્યું કે 2021 ના સરવૈયા પ્રમાણે કિલોફેટે રૂ. 85 નો સરેરાશ ભાવ વધારો કરાયો છે. જે 11.6 ટકા જેટલો થાય છે.

મહામારીમાં હોટલ, લગ્ન સમારંભો, મેળાવડા વગેરે બંધ રહેતા દૂધ અને દૂધની બનાવટોની માંગમાં 40 ટકા જેટલી ઘટ આવી હતી છતાં નિયામક મંડળે પશુ પાલકોના હિતમાં ગત વર્ષે 10 ટકા લેખે રૂ. 293 કરોડ ચૂકવ્યા હતા તેની સામે ચાલુ વર્ષે 11.6 ટકા લેખે રૂ. 360 કરોડ ચૂકવવાનો નિર્ણય લીધો છે. 21 તારીખના પગારની સાથે પશુપાલકના ખાતામાં આ રકમ જમા થઇ જશે.

છેલ્લા ત્રણ વર્ષનો ભાવફેર

વર્ષટકાવારી રકમ(કરોડમાં)
2018-196.5-
2019-2010293
2020-2111.6360

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...