ખેડૂતોની પડતર માંગોને લઇ વિરોધ પ્રદર્શન:સાબરકાંઠા-અરવલ્લી ભારતીય કિસાન સંઘ દ્વારા રેલી સ્વરૂપે નીકળી જિલ્લા સેદન પહોંચી કલેક્ટરને આવેદન આઠવ્યું

હિંમતનગર/મોડાસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર - Divya Bhaskar
હિંમતનગર
  • સિંચાઇ, વીજળી, સહકાર વિભાગ, મહેસુલ વિભાગની 36 સમસ્યાઓના ઉકેલ માટે રજૂઆત કરી

સાબરકાંઠા ભારતીય કિસાન સંઘ દ્વારા કૃષિ ઉપજના ઉત્પાદન ખર્ચને નજર સમક્ષ રાખી ટેકાના ભાવ નક્કી કરવા અને સિંચાઇ, વીજતંત્ર સહકાર વિભાગ અને મહેસુલ વિભાગના 36 જેટલા પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે આવેદન આપી છેલ્લા બે વર્ષથી પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આવેદનની પાવતી પણ ન અપાતી હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો. અરવલ્લી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટર કચેરી આગળ વિરોધ પ્રદર્શન કરીને ખેડૂતોના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સાંકેતિક ધરણાં યોજવામાં આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મોડાસા
મોડાસા

બુધવારે સવારે દસેક વાગ્યાથી હિંમતનગર મહેતાપુરા ખાતે જિલ્લાભરના ખેડૂતો પડતર માંગણીઓને લઇને ઉમટી પડ્યા હતા જ્યાં ભારતીય કિસાન સંઘના નેતાઓએ ટેકાના ન્યૂનતમ પોષણક્ષમ ભાવની માંગને બૂલંદ બનાવી હતી અને રેલી સ્વરૂપે નીકળી જિલ્લા સેદન પહોંચી કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતું. ખેડૂતોમાં વિવિધ સમસ્યાઓને લઇને ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ભાજપની જ ફાર્મરવીંગ ગણાતા ભારતીય કિસાન સંઘ દ્વારા સલૂકાઇ જાળવીને કૃષિ ઉપજના ઉત્પાદન ખર્ચની ગણતરી કરી ટેકાના ભાવ નક્કી કરવાની માંગને બૂલંદ બનાવી હતી.

જિલ્લા પ્રમુખ અૃમતભાઇ પટેલે વિગત આપતા જણાવ્યુ કે ટેકાના ભાવ ફરી નક્કી કરવા, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં તમામ ખાતેદારોને રજીસ્ટ્રેશનનો લાભ મળે તેવી વ્યવસ્થા, અલગ અલગ જગ્યાએ જમીન ધરાવનારને અલગ અલગ જગ્યાએ રજીસ્ટ્રેશનની સુવિધા, રોટોવેટર, દવા છાંટવાના પંપ, મીની રોટોવેટરમાં સબસીડી નથી મળી તે તાત્કાલિક જમા થાય, કૃષિ સાધનોમાં સબસીડી માટે થતા ડ્રોની પ્રથા નાબૂદ કરી બાકી અરજીઓને નવા વર્ષે અગ્રતા ક્રમ આપવો, ડાંગરની ખરીદીમાં 82 ટકા સુધી ટૂકડા લેવાનો પરીપત્ર કરવો

મનરેગા યોજનામાં કૃષિ ક્ષેત્રનો સમાવેશ, પ્રમોલ્ગેશનમાં થયેલ અસંખ્ય છબરડા દૂર કરવા, દિવેલામાં ટેકાના ભાવ જાહેર કરી ખરીદી કરવી આદિવાસી વિસ્તારમાં ખેડૂતોને મળવાપાત્ર જમીનો ફાળવી તેમના નામે પાણી પત્રક કરવા, ગુહાઇમાં ઉપર અને નીચેના વિસ્તારોમાં નર્મદા પાઇપ લાઇન થકી તળાવો ભરવા, જિલ્લાના ચેકડેમ, નાની નદીઓમાં ધરોઇ અને નર્મદા યોજનાથી ભરવા, પુષ્પશીલા નદીનુ પાણી વણજ ડેમમાં નાખવુ, વીજમીટરમાં ફીક્સચાર્જ દૂર કરવો, સ્વૈચ્છીક લોડ વધારો એસ્ટીમેટમાં ઘટાડો કરવો સહિતની 35 જેટલી કૃષિલક્ષી સમસ્યાઓ દૂર કરવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...