વિવાદ:મકાન લેવા રૂ. 5 લાખ દહેજ માંગી પરિણીતાને ત્રાસ આપતાં ફરિયાદ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણેશપુરાની પરિણીતાએ પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી

અરવલ્લીના ગણેશપુરા ખાતે પરણાવેલ અને અમદાવાદના સૈજપુરમાં ગાયત્રી સોસાયટીમાં રહેતી પ્રાંતિજના બોભાની મહિલાને સાસુની ચઢવણીથી પતિએ તારે સંતાન થતા નથી મકાન લેવા તારા બાપને કહે રૂ.5 લાખ આપે નહીં તો હું તને રાખીશ નહીં કહીં ત્રાસ ગુજારતા મહિલાએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સાવિત્રીબેન વા/ઓ મહેન્દ્રકુમાર સોલંકીએ ફરિયાદ નોંધાવી છે કે તેમના લગ્ન થયા બાદ સાસુ રમીલાબેન મુળજીભાઇ સોલંકી અને પતિ મહેન્દ્રકુમાર સોલંકી અવારનવાર ત્રાસ આપતા પિયર જતા રહ્યા હતા અને સમાધાન થયા બાદ પરત આવ્યા હતા

પરંતુ પતિ તથા સાસુ ત્રાસ ગુજારી મહેણા ટોણા મારતા હતા કે તારે સંતાન થતું નથી અને પતિ મહેન્દ્રભાઇએ કહ્યું હતું કે મકાન લેવા તારા બાપને કહે રૂ. 5 લાખ આપે નહીં તો હું તને રાખીશ નહી અને તા. 29/07/21 ના રોજ સાંજે સમયે અમદાવાદ ખાતે સાસુ રમીલાબેનની ચઢમણીથી પતિએ કારણ વગર અપશબ્દો બોલી મારઝૂડ કરતા સાવિત્રીબેને પિયર આવ્યા બાદ હિંમતનગર સિવિલમાં સારવાર કરાવી પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...