સહાય:કાળાખેતરામાં મગરનો શિકાર બનનાર મૃતકના પરિવારને રૂ.4.50 લાખ સહાય

લાંબડીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક મહિના અગાઉ ઢોરોને પાણી પીવડાવવા જતાં મગરે હુમલો કર્યો હતો

પોશીનાના કાળાખેતરામાં એક મહિના અગાઉ ઢોરોને પાણી પીવડાવવા જતાં ધોરણ-2 માં ભણતા અનિલ રાજુભાઇ ગમાર પર મગરે તરાપ મારીને પોતાનો શિકાર બનાવી લેતાં બાળકનું કરૂણ મૃત્યુ નિપજવા પામ્યું હતું. પોશીના આર.ડી.એફ. પરિક્ષેત્ર વન અધિકારી બી. સી.ડાભીના સફળ પ્રયત્નોના ભાગરૂપે સરકારમાંથી એક મહિનાથી પણ ટૂંકાગાળામાં અંતરિયાળ વિસ્તારના શિકાર બનેલા બાળકના માતા-પિતાને તાત્કાલિક ધોરણે રૂ.4 લાખની સહાય મંજૂર કરાઇ હતી.

આ ઉપરાંત કાળાખેતરા પ્રા. શાળામાં ભણતા આ બાળકને વિદ્યાદીપ સહાય માટે શાળા આચાર્ય રાકેશભાઈ મોદીએ જરૂરી વહીવટી કામગીરી પૂર્ણ કરતાં તે પણ વહેલી તકે મંજુર થઈને વિદ્યાદીપ સહાયનો રૂ 50 હજારનો ચેક પણ આ સાથે જ મંગળવારે સાંજે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાના હસ્તે બાળકના માતા-પિતાને સુપ્રત કરીને આશ્વાસન આપ્યું હતું.

કાર્યક્રમમાં જિ.પં. પ્રમુખ ધીરુભાઈ પટેલ, તા.પં. પ્રમુખ ચીમનભાઈ ગમાર, જિ.પં. સદસ્યો સોનલબેન અને સોમજીભાઈ, આદિજાતિ મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય રૂમાલભાઈ ધ્રાગી અને જિલ્લા પ્રમુખ લૂંકેશભાઈ સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ અને મહામંત્રી લાધુભાઈ પરમાર સહિત આરએફઓ બી.સી.ડાભી અને વન વિભાગનો સ્ટાફ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. }ફારૂક મેમણ

અન્ય સમાચારો પણ છે...