તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:હિંમતનગરની મંગલમ્ પાર્ક સોસાયટીમાં બંધ મકાનમાંથી રૂ.2 લાખની મત્તા ચોરાઈ

હિમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એ ડિવિજન પોલીસે ચોરીનો ગુનો નોંધી ચોરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા

હિંમતનગરની મંગલમ્ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા ટાઇલ્સના વેપારીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂ.1.60 લાખના સોનાના અને રૂ.45 હજારના ચાંદીના દાગીના મળી કુલ રૂ.2 લાખ 5 હજારની કિંમતના દાગીનાનો હાથ ફેરો કરી પલાયન થઈ જતાં હિમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શનિવારે ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો નોંધી ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

હિંમતનગર મહાકાલી મંદિર રોડ વિસ્તારમાં આવેલ મંગલમ્ પાર્ક સોસાયટીમાં મહેન્દ્રકુમાર અમૃતભાઈ મહેતા (રહે. ગાંભોઈ)ના મકાનમાં ભાડેથી રહેતા અને ટાઇલ્સના વેપારી ઘનશ્યામકુમાર વસંતભાઈ પટેલ(32) શુક્રવારે મકાન બંધ કરી બહાર ગયા હતા તે તકનો લાભ લઇ રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો કરી બેડરૂમમાં મુકેલી તીજોરીના લોક તોડી તિજોરીમાં મુકેલ રૂ.1.60 લાખના 12 નંગ સોનાના અને રૂ.45 હજારની કિંમતના 34 નંગ ચાંદીના દાગીના મળી કુલ રૂ.2,0,5000ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરીને અંજામ આપી રાત્રીના અંધારામાં પલાયન થઈ ગયા હતા.

ઘનશ્યામકુમાર ઘેર પરત ફરતા ઘરનો મકાનનું તાળું તૂટેલું જોતા ચોરી થઈ હોવાની શંકા પડી હતી બેડ રૂમની તપાસ કરતાં તિજોરી તૂટેલી હાલતમાં જોઈ તેમાં મુકેલા દાગીના ગુમ થયેલા જણાયા હતા જેથી તેઓએ હિંમતનગર એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં શનિવારે ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ આધારે ચોરીનો ગુનો નોંધી ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

દાગીના ચોરાયા
સોનાનો દોરો 1,હાથે પહેરવાના સોનાની ખોળવાળા 2, સોનાની બુટ્ટી સેટ 2 નંગ 4, સોનાની વીંટીઓ 3, સોનાની સેરો નંગ 2, ચાંદીના છડા સાત જોડ નંગ 14, ચાંદીના પગે પહેરવાના વેઢ નંગ 8, ચાંદીના કેડ કંદોરા નંગ 2 મળી કુલ સોનાના 12દાગીના કિંમત રૂ.1.60લાખ, ચાંદીના કુલ 24નંગ દાગીના કિંમત રૂ.45હજાર

અન્ય સમાચારો પણ છે...