કાર્યવાહી:હિંમતનગરના ધાણધા ફાટક પાસે અકસ્માતગ્રસ્ત કારમાંથી રૂ 1.62 લાખનો દારૂ મળ્યો, ચાલક ફરાર

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ તપાસમાંકારચાલક દારૂની હેરાફરી કરતો હોવાનું બહાર આવ્યું
  • ​​​​​​​શાકભાજીવાળાની લારીને કારચાલકે ટક્કર મારી ફરાર થઇ ગયો

હિંમતનગરના ધાણધા ફાટક પાસે સફેદ કલરની કારે શાકભાજીની હાથલારીને ટક્કર મારી ચાલક ગાડી મૂકી ફરાર થઇ જતાં ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસે આવી તપાસ કરવા દરમિયાન કારમાંથી રૂ.1.62 લાખનો દારૂ મળી આવતાં પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.16-12-21 ના રોજ સવારે દસેક વાગ્યાના સમયગાળા દરમિયાન હિંમતનગર ધાણધા ફાટક પાસે સફેદ કલરની સ્વીફ્ટ નં. જી.જે-18-બી.ડી-4625 ના ચાલકે પૂરઝડપે ચલાવી લાવી રોડની બાજુમાં શાકભાજીની હાથલારીને ટક્કર મારી ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો.

ઘટના અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્ટાફના માણસો સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં અકસ્માત થયેલ હાલતમાં ગાડી જોવા મળતાં તપાસ કરતા દારૂ બિયરની કુલ 476 બોટલ કિ.રૂ.1,62,495 મળી આવી હતી અને ગાડીની ડેકીમાંથી બીજી નંબર પ્લેટ નં. જી.જે-08-બી.બી-1535 મળી આવતા બંને નંબર પ્લેટના નંબર ઇ-ગુજકોપમાં ઓનલાઇન ચેક કરતાં ગાડીના ચાલક બીજી નંબર પ્લેટ ગાડીમાં લગાવી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતો હોવાનું જણાતાં કાર સહિત કિ.રૂ. 4,62,495 નો મુદ્દામાલ કબ્જે લઇ ફરાર ચાલક સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...