રોડ મામલે ગરમાવો:હિંમતનગર શહેરમાં ચોમાસામાં તૂટી ગયેલા રસ્તાઓ 1.04 કરોડના ખર્ચે રિસરફેસ કરાશે

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકાની સા. સભામાં શહેરના તમામ  ક્ષતિગ્રસ્ત રોડ રસ્તા રીસરફેસ કરાવવા ઠરાવાયુ હતુ. - Divya Bhaskar
પાલિકાની સા. સભામાં શહેરના તમામ  ક્ષતિગ્રસ્ત રોડ રસ્તા રીસરફેસ કરાવવા ઠરાવાયુ હતુ.
  • હિંમતનગર પાલિકાની સામાન્ય સભામાં ડમ્પીંગ સાઇટનો મામલો ઉછળ્યો
  • વિરોધ પક્ષના​​​​​​​ નેતા ઇમરાન અલજીવાલાએ સેગ્રીગેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવા અંગે દેકારો મચાવ્યો

હિંમતનગર પાલિકાની ગુરૂવારે સાંજે ટાઉનહોલમાં યોજાયેલી સામાન્ય સભામાં શહેરમાં ચોમાસામાં તૂટી ગયેલા તમામ રોડ રસ્તા 1.04 કરોડના ખર્ચે રીસરફેસ કરવા નિર્ણય લેવાયા સહિત વિવિધ કામોને બહાલી આપવા દરમિયાન વિરોધપક્ષ કોંગ્રેસના નેતાએ ડમ્પીંગ સાઇટપર સેગ્રીગેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવા અંગે દેકારો મચાવી ડિફેક્ટ લાયેબીલીટીવાળા શહેરના 86 રોડ રસ્તાનો મામલો ઉઠાવતા સભામાં ગરમાવો આવી ગયો હતો.

પાલિકા પ્રમુખ યતીનબેન મોદીના અધ્યક્ષ સ્થાને અને ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા વગેરેની હાજરીમાં યોજાયેલ સામાન્ય સભામાં એમ્યુઝમેન્ટ પાર્કમાં ફૂવારા - કૂંડ નવેસરથી બનાવવા, એસટીપી પ્લાન્ટને અપગ્રેડ કરવા, ટ્રેક્ટર ટ્રોલીઓમાં એસબીએમ માર્ગદર્શિકા મુજબ પાર્ટીશન બનાવવાની કામગીરી સમય મર્યાદામાં પૂરી ન કરનાર રોનક એગ્રો ઇન્ડસ્ટ્રીઝને બ્લેક લીસ્ટ કરવા, ઇઇએસએલ એજન્સી સ્ટ્રીટ લાઇટોનુ નિરાકરણ લાવતી ન હોવાથી નાણાં ન ચૂકવવા દરખાસ્ત કરવા, એમ્યુઝમેન્ટ પાર્કની રીટેનીંગ વોલની કામગીરી ચાલુ ન કરનાર એબીએન પ્રોજેક્ટ મહેસાણાની ડીપોઝીટ જપ્ત કરવા અને રીટેન્ડર કરવા રોડ રસ્તા રીસરફેસ કરવાની રૂ. 1.65 કરોડની બચેલી રૂ. 44 લાખની ગ્રાન્ટમાંથી 5 સિમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવવા, શહેરના તમામ વોર્ડના ડામર રોડ, પેવર બ્લોક, સીસીરોડની મરામત કરવાના વિવિધ કામોને બહાલી અપાઇ હતી તથા પાલિકા પ્રમુખ યતીનબેન મોદીએ સરકારે વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયેલ રોડ રસ્તા માટે ફાળવેલ રૂ. 60 લાખની ગ્રાન્ટમાંથી ત્રણ રોડની કામગીરી સ્વભંડોળમાંથી કરવા અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરતાં બહાલી અપાઇ હતી.

.કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા ઇમરાન અલજીવાલાએ ડમ્પીંગ સાઇટ મામલે રજૂઆત કરી હતી કે સૂકો - ભીનો કચરો અલગ કરવા ટ્રેક્ટરથી માંડી ડમ્પીંગ સાઇટ સુધી સેગ્રીગેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. ડીફેક્ટ લાયેબીલીટી વાળા 86 રોડ રસ્તાની કામગીરી શરૂ થઇ નથી અન્ય રોડ રીસરફેસ થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...