તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર એસ.ટી ડિવિઝન:તહેવારોમાં ST ડિવિઝનને એક્સ્ટ્રા બસો થકી 12.24 લાખની આવક

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કફર્યૂને પગલે અમદાવાદની 170 ટ્રીપ ને બ્રેક વાગી ગઇ

દિવાળીના તહેવારો દરમિયાન હિંમતનગર એસ.ટી ડિવિઝન દ્વારા દોડાવાયેલ એક્સ્ટ્રા બસોથી કોરોના કાળમાં રૂ.12.24 લાખ ની વધારાની આવક થઇ હતી. પંચમહાલ અને અમદાવાદના મુસાફરોએ એક્સ્ટ્રા બસ સુવિધાનો સૌથી વધુ લાભ લીધો હતો. કફર્યૂ લાગતાં અમદાવાદની 170 ટીપોને બ્રેક વાગી ગઇ છે.

હિંમતનગર એસટી ડિવિઝન હેઠળ આવ્યા 9 ડેપોના માધ્યમથી દિવાળી તહેવારો ને લઈને એક્સ્ટ્રા બસોનું એસઓપી મુજબ આયોજન કરાયું હતું હિંમતનગર એસ.ટી ડિવિઝન પરિવહન અધિકારી જી. એસ. ગોસ્વામી. વિગત આપતા જણાવ્યું કે તહેવારો ને લઈને એસટી વિભાગ દ્વારા તા.10 થી તા.17 નવેમ્બર દરમિયાન એક્સ્ટ્રા બસ નું આયોજન કરાયું હતું. હિંમતનગર ડિવિઝન હેઠળ આવતા 9 ડેપોમાંથી 60549 કિમીની કુલ 477 ટ્રીપ કરાઇ હતી. જેમાં પંચમહાલ અને અમદાવાદના મુસાફરોએ સૌથી વધુ લાભ લીધો હતો તથા એક્સ્ટ્રા બસો થકી રૂ.12,24,751 ની આવક થઇ હતી.

તહેવારોમાં એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો થકી વધારાની આવક કરાયા બાદ તહેવાર પૂરા થવાની સાથે જ અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ શરૂ થતા એસટી વિભાગ મજબૂર બન્યુ છે. હિંમતનગર ડિવિઝનની 170 ટ્રીપ થાય છે. સુરત,વડોદરા, રાજકોટ માટે મોડી રાત્રે સૂચના અપાશે તે મુજબ નિર્ણય લેવાશે. અમદાવાદ અને અમદાવાદ માંથી પસાર થતી બસ શનિ-રવિ બંધ રહેનાર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser