પ્રામાણિકતા:ઇડર ડેપોમાં મહિલા સફાઇ કર્મીને મળેલું પાકીટ પરત કર્યું, મહિલાને 501 ઇનામ સ્વરૂપે અપાયાં

ઇડર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇડર બસ સ્ટેશનમાં સફાઈ કામ કરતાં જ્યોત્સનાબેનને પાકીટ મળતાં તેમણે એ.ટી.આઈ. વિક્રમસિંહને જમા કરાવ્યુ હતું. બ્રહ્મસેના ગુજરાત કન્વીનર બાલકૃષ્ણ રાવલે પાકીટમાં આધારકાર્ડની વિગતો પરથી માહિતી મેળવવા વડાલી અને ઇડરના સોશિયલ મિડીયા ગૃપમાં પોસ્ટ કરતાં પાકીટ વડાલીના મનોજ મેડિકલના પરેશભાઈ દોશીનો સંપર્ક કરતાં પાકીટ પરેશભાઈના કાકા દોશી બિપિનચંદ્રનું જાણવા મળ્યુ હતું.

બિપિનચંદ્રને સોમવારે એ.ટી.આઈ. વિક્રમસિંહ અને નાયકે એસ.ટી.ના પરવાનેદાર બાલકૃષ્ણ રાવલ તથા દશકરથભાઈ પટેલની રૂબરૂમાં પાકીટ પરત કરાયુ હતું. જ્યોત્સના બહેનની પ્રામાણિકતા બદ્દલ વડીલે રૂ. 501 પારિતોષિક સ્વરૂપે રોકડા આપી સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...