તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતાનો પોકાર:ઇડરના રણાસણનો નિવૃત્ત આર્મીમેન 12 દિવસથી ગુમ, પોલીસને ફરિયાદ કરતાં ધમકીઓ મળી

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મારા પુત્રને શોધી લાવો, પોલીસને ફરિયાદ કરતાં ધમકીઓ મળી

ઇડરના રણાસણમાં 20 દિવસ અગાઉ હોર્ન વગાડવાના મામલે થયેલ ઝઘડા બાદ ધમકીઓ આપવામાં આવતા 12 દિવસથી ઘર છોડીને જતા રહેલ નિવૃત્ત આર્મીમેન પુત્રની ભાળ મેળવવા માતા પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહી છે. જેને પગલે અન્ય પુત્રોને પણ મારી નાખવાની ધમકી આપી ફરિયાદ પાછી ખેંચવા દબાણ થઇ રહ્યુ હોવા અંગે મજબૂર માતાએ ઇડર પોલીસને રજૂઆત કરી છે. 

રણાસણના અરખીબેન સોમાજી ઠાકોરના મોટા પુત્ર મહેન્દ્રકુમાર આર્મીમાંથી નિવૃત્ત થઇને આવ્યા છે અને તા. 31-05-20 ના રોજ હોર્ન વગાડવાના મામલે ગામના જશવંતસિંહ ગોપાલસિંહ સિસોદીયા, નારાયણસિંહ કાળુસિંહ ચૌહાણ, જીગરસિંહ ભમ્મરસિંહ ચૌહાણ અને ભમ્મરસિંહ બબાસિંહ ચૌહાણ સાથે ઝઘડો થયો હતો અને ચારેય જણાએ લાકડીઓ માર્યા બાદ મારી નાખવાની ધમકી આપતા જતા રહ્યા હતા. ડરના કારણે મહેન્દ્રકુમાર તા.09-06-20 ના રોજ સવારે નવેક વાગ્યે ઘેરથી નીકળી ગયા બાદ ગુમ છે આ અંગે અરખીબેન ઠાકોરે ઇડર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી. પરંતુ આજદિન સુધી મહેન્દ્રકુમારનો પત્તો લાગ્યો નથી.

અરખીબેન ચૌહાણે જણાવ્યુ કે ઇડર પોલીસે ગુમશુદાની નોંધ કર્યા બાદ ચારેય આક્ષેપીતોએ તા. 18-06-20 ના રોજ ધમકી આપી હતી કે કેમ ડોશી ફરિયાદ કરી છે, તારા બીજા છોકરાઓને પણ મારી નાખીશુ કેસ પાછો ખેંચી લેજે નહી તો તારા પૂરા કુટુંબને મારી નાખીશુ. માથાભારે શખ્સોથી રક્ષણ કરવા તા.19-06-20 ના રોજ ફરીથી પોલીસને લેખિત જાણ કરી છે. ઇડર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે જણાવ્યુ કે ગુમશુદાની તપાસ કરુ છું.

અન્ય સમાચારો પણ છે...