તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મે આઇ હેલ્પ યુ:સાબરકાંઠા વાસીઓ આપઘાત, કારકિર્દીની મૂંઝવણો સહિતની સમસ્યાઓ માટે ફોન કરી નેજાણ કરી શકશે

હિંમતનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સા.કાં. પોલીસ કંટ્રોલરૂમમાં સુરક્ષા સેતુ હેલ્પલાઇન નંબર શરૂ

સાબરકાંઠા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત સુરક્ષા સેતુ હેલ્પલાઇન નંબર તા.04-06-21 ના રોજ સા.કાં. પોલીસ અધિક્ષક ના હસ્તે કાર્યરત કરાયો હતો.સા.કાં. પોલીસ અધિક્ષક નિરજકુમાર બડગુજરની સૂચનાને અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક મીનાક્ષીબેન પટેલના માર્ગદર્શન હેઠળ વા.પો.સ.ઈ. આર.કે રાવત ના સુપરવિઝન હેઠળ જિલ્લાના પોલીસ કંટ્રોલ રૂમ ખાતે સુરક્ષા સેતુ હેલ્પલાઇન નંબર 02772-246733 તા. 04/06/21 ના રોજ સાબરકાંઠા પોલીસ અધિક્ષક ના હસ્તે કાર્યરત કરાયો હતો.

જેમાં કોવિડ -19 ની મહામારીમાં લોકડાઉનના કારણે એકલા રહેતા માણસોને માનસિક સહારો મળવાનું પ્રમાણ ઘટ્યું છે. ત્યારે એકલો પડી ગયેલ વ્યક્તિ એકલતામાં તણાવનો ભોગ બનતા આપઘાત, કારકિર્દીની મૂંઝવણો, આંતરવ્યક્તિના સંબંધો અને અન્ય સમસ્યાઓનો ભોગ ન બને અને કોલ કરી જાણ કરી મદદ મેળવી શકેશે તેમજ સિનિયર સિટિઝન જે લોકડાઉન ના કારણે ઘેર જ રહે છે તેમજ સોશિયલ ડિસ્ટન્સ ના કારણે ભેગા થઈ શકતા નથી અને તેમના બાળકો વિદેશમાં રહે છે આવા સિનિયર સિટીઝનને ફોન ઉપર પોલીસ અધિકારી સાથે વાત કરીને મદદ મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...