તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરવાનગી આપતું જાહેરનામું:ધાર્મિક-સામાજિક મેળાવડા, સમારોહમાં માસ્ક, ડિસ્ટન્સિંગ, સેનેટાઈઝરની સાથે ઓક્સીમીટર પણ રાખવા તાકીદ કરાઇ

હિંમતનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • સા.કાં.માં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારોમાં એસ.ઓ.પી.ના અમલ સાથે 30 એપ્રિલ સુધી તમામ પ્રવૃત્તિઓ ચાલુ રાખવા પરવાનગી આપતું જાહેરનામું પ્રસિદ્ધ

સાબરકાંઠામાં કોરોના સંક્રમણ ત્રણ ગણુ વધી ગયું છે. ત્યારે રાજ્યના ગૃહવિભાગના હુકમથી કલેક્ટરે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારોમાં એસ.ઓ.પી.ના અમલ સાથે 30 એપ્રિલ સુધી તમામ પ્રવૃત્તિઓ ચાલુ રાખવા પરવાનગી આપતું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની પ્રાસંગિકતા ચર્ચાના એરણે ચઢી છે. તમામ પ્રકારના ધાર્મિક-સામાજિક મેળાવડા સમારોહમાં હવે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઈઝરની સાથે ઓક્સીમીટર પણ રાખવા તાકીદ કરાઈ છે.

જિલ્લામાં સરકારના સીધા દબાણ હેઠળ સંક્રમિતો અને મૃત્યુના આંકડા છૂપાવાઇ રહ્યા છે. જેને કારણે લોકોમાં પણ સબ-સલામતની માનસિકતા પેદા થતા બેદરકારીનું પ્રદર્શન થતાં માર્ચમાં કેસમાં ત્રણ ગણો વધારો થયો છે. તબીબી સૂત્રોના માનવાનુસાર અગામી 1 સપ્તાહમાં હોસ્પિટલના તમામ બેડ ભરાવાની આશંકા છે. આવી સ્થિતિમાં ગૃહવિભાગે અનલોક જાહેરનામાની મર્યાદા 30 એપ્રિલ સુધી વધારવા સૂચના આપ્યા બાદ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં એસઓપીના ચુસ્ત અમલ સાથે તમામ પ્રવૃત્તિઓ ચાલુ રાખવા 30 એપ્રિલ સુધી અમલી અનલોક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય આનુ પાલન કરવાનું રહેશે
- ફિઝિકલ ડિસ્ટન્સિંગ જાળવવા ફ્લોર પર માર્કિંગ કરવાનું રહેશે.
- સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખવાનો રહેશે.
-થર્મલ સ્ક્રિનિંગ, ઓક્સીમીટર, સેનેટાઇઝરની સુવિધા પૂરી પાડવાની રહેશે
- સ્ટેજ, માઇક, સ્પીકર, ખુરશીઓ સેનેટાઈઝ કરવાની રહેશે.
-હેન્ડ વોશ/સેનેટાઈઝરનો ફરજિયાત અમલ.
-સમારંભ દરમિયાન થૂંકવા પર તેમજ પાન મસાલા ગુટખા પર પ્રતિબંધ.
- આરોગ્ય સેતુ એપનો ઉપયોગ ફરજિયાત.
-કાર્યક્રમ દરમિયાન તબીબી સુવિધા ઉપલબ્ધ થાય તેવો પ્રબંધ
-બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત.
-ધાર્મિકસ્થળો, મોલ, રેસ્ટોરન્ટ, હોટલ, આતિથ્ય એકમોમાં SOPનો અમલ
-લગ્ન/સત્કાર સમારંભમાં ક્ષમતાથી 50 ટકા અને 200 થી વધુ નહીં તેવું આયોજન જેની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
-મૃત્યુબાદની અંતિમક્રિયા - ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિની મર્યાદા.
-મુસાફરી, શૈક્ષણિક પ્રવૃત્તિ, યોગ, જિમ્નેશીયમ વગેરેમાં એસઓપીનો અમલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો