રજિસ્ટ્રેશન:સાબરકાંઠાના 5495 ખેડૂતોનું ટેકાના ભાવે મગફળી ખરીદવા રજિસ્ટ્રેશન

હિંમતનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ ઇડરમાં 3834, વિજયનગરમાં 2 પ્રાંતિજમાં 16, તલોદમાં 27નું રજિસ્ટ્રેશન, પોશીનમાં એકેય નહીં

ચાલુ વર્ષે સરકાર દ્વારા 1 લી ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ કરાયા બાદ 4 ઓક્ટોબર સુધીમાં સાબરકાંઠાના 5495 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જે ગત વર્ષની સરખામણીએ 20 ટકાથી વધુ છે. તદ્દપરાંત ગત વર્ષે રજીસ્ટ્રેશન માટે દસ દિવસનો સમય અપાયો હતો જ્યારે વર્ષે 31 દિવસનો સમય અપાયો છે.સૌથી વધુ ઇડર તાલુકામાં ગણતરીના દિવસોમાં સૌથી વધુ 3834 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઇ ચૂક્યુ છે.

જિલ્લામાં 76991 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયુ છે તે પૈકી ઇડર તાલુકામાં 20979 હેક્ટર અને હિંમતનગર તાલુકામાં 25085 હેક્ટરમાં વાવેતર થયુ છે. ગત વર્ષે 24804 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનુ વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું જેની સામે ચાલુ વર્ષે ચાર જ દિવસમાં 20 ટકાથી વધુ રજીસ્ટ્રેશન થઇ ચુક્યું છે.

તદ્પરાંત ચાલુ વર્ષે રજીસ્ટ્રેશન માટે 31 દિવસની મુદત રખાઇ છે જેને કારણે ગત વર્ષ કરતા વધુ રજીસ્ટ્રેશન થવાની આશા સેવાઇ રહી છે. નિગમના મેનેજર પિનાકીન જાદવે જણાવ્યું કે રજીસ્ટ્રેશન માટે હાલમાં કોઇ સમસ્યા નથી અને તાલુકાઓમાં વાવેતરની સાપેક્ષમાં રજીસ્ટ્રેશન થઇ રહ્યુ છે તથા ખેડૂતોને રજીસ્ટ્રેશન માટે આ વખતે 31 દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...