વિવાદ:પાનોલમાં બાઇક લઇ મૂકી જવાની ના પાડતાં મારામારી

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમજાવવા આવેલ શખ્સને પણ મારમાર્યો

ઇડરના પાનોલમાં બાઇક લઇને મૂકી જવાની ના પાડતાં શખ્સે ઝઘડો કરતાં અને બાઇક લઇને સમજાવવા આવેલ બીજા વ્યક્તિને એકદમ ઉશ્કેરાઇ જઇ લાકડાનો ફટકો મારી બાઇકનુ નુકસાન કરતાં ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હસમુખભાઇ ઉર્ફે નિલેશભાઇ ઇશ્વરભાઇ પ્રજાપતિને તા.08-08-21 ના રોજ પાંચેક વાગ્યે તેમના મિત્ર ભરતભાઇનો ફોન આવ્યો હતો કે કૌશિકભાઇ ઇશ્વરભાઇ પ્રજાપતિ પ્રભુદાસને બાઇક લઇને મૂકી જવાનું કહેતા પ્રભુદાસે ના પાડતાં તેમની સાથે ઝઘડો કરી રહ્યા છે.

અને જેથી નિલેશભાઇ સ્થળ પર જઇ કૌશિકભાઇને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ કૌશિકભાઇએ અહીંથી જતો રહે તેમ કહેતાં નિલેશભાઇ બાઇકનેે જતા હતા. તે દરમિયાન કૌશિકભાઇએ એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી લાકડાનો ટુકડો લઇ કપાળના ભાગે માર્યો હતો. તથા પ્રભુદાસને પણ માર મારતા ઇજાઓ થઇ હતી અને પ્રભુદાસની બાઇકને નુકસાન કર્યું હતુ. તથા મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...