કોરોના રસીકરણ:ઉત્તર ગુજરાતમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 2.81 લાખનું રસીકરણ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સા.કાં.માં રેકોર્ડ 58467 અને અરવલ્લીમાં સાંજ સુધીમાં 47હજારને રસી અપાઇ

સાબરકાંઠામાં પીએમ નરેન્દ્રમોદીના જન્મ દિવસે 5 હજારથી વધુ આરોગ્ય અને સાબરકાંઠા જિલ્લા તંત્રના કલેક્ટરથી માંડી આશા બહેનો સુધીના કર્મચારીઓના સહીયારા પ્રયાસથી 1.01 લાખના લક્ષાંકની સામે જિલ્લાના 58467 લોકોને આવરી લઇ વેક્સિન અપાતાં જિલ્લા માટે આ રેકોર્ડ બન્યો હતો. અરવલ્લી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા 300 કરતાં વધુ કેન્દ્રો ઉપર રસીકરણ મહાઅભિયાન હાથ ધરતાં સાંજના 7 સુધીમાં જિલ્લામાં 47હજાર કરતાં વધુ નાગરિકોને રસીકરણ કરાયુ હતું અને આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ અભિયાન મોડી રાત સુધી ચાલુ રખાયું હતું. મહેસાણા જિલ્લામાં 73હજાર, બનાસકાંઠા જિલ્લામાં 72581, પાટણ જિલ્લામાં 30103 મળી કુલ 2,81,151 લોકોનું રસીકરણ કરાયુ હતું.

સાબરકાંઠામાં અત્યાર સુધીમાં 72 ટકાથી વધુ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. રાજેશ પટેલે જણાવ્યુ કે મેગા વેક્સિનેશન ડ્રાઇવમાં 1453 આશાબહેનો, 3 હજારથી વધુ આરોગ્યકર્મીઓ તથા વહીવટી તંત્રના કર્મચારી - અધિકારીઓ જોડાયા હતા અને સાંજ સુધીમાં 60 ટકા લક્ષ્યાંક પ્રાપ્ત કરાયુુ હતું. આરસીએચઓ ર્ડા. જયેશ પરમારે જણાવ્યું કે શુક્રવારે યુવાનો, વૃદ્ધો, આધેડ, સગર્ભા, ધાત્રી માતાઓ વગેરેને આવરી લેવા એસટી ડેપો, પાર્લર, જાહેર સ્થળો પર મોબાઇલ કેમ્પ લગાવાયા હતા.

કલેક્ટર હિતેશ કોયાએ સવારે હિંમતનગર એસટી ડેપો પર પહોંચી સ્વયં કામગીરીનુ મૂલ્યાંકન કર્યું હતું. સાંજે 5 કલાક સુધીમાં જિલ્લામાં 16777 લોકોને પ્રથમ અને 41690 ને બીજો ડોઝ મળી કુલ 58467 જણાંને વેક્સિન અપાઇ હતી. વિજયનગર તાલુકામાં સૌથી ઓછુ 32.60 ટકા જ્યારે પોશીનામાં તેના કરતાં વધુ 46.99 ટકા વેક્સિનેશન થયુ હતુ.

સાંજે 5 કલાક સુધીના આંકડા (સાબરકાંઠા)

તાલુકોપ્રથમડોઝબીજોડોઝકુલ
હિંમતનગર47581043115189
ઇડર27191032613045
વડાલી37328763249
તલોદ167947796458
પ્રાંતિજ110845805688
ખેડબ્રહ્મા245851297587
વિજયનગર104120233064
પોશીના264115464187
કુલ167774169058467
અન્ય સમાચારો પણ છે...