તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:ઈડરમાં આજે પહેલીવાર કર્ફ્યુ વચ્ચે રથયાત્રા, રામદ્વારા મંદિરથી 10 વાગે ભગવાન ભક્તો વિના નગરચર્યાએ નીકળશે

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇડર શહેરના રામદ્વારા મંદિરથી ભગવાન જગન્નાથની યાત્રા 10 વાગે નીકરશે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નીકળશે. - Divya Bhaskar
ઇડર શહેરના રામદ્વારા મંદિરથી ભગવાન જગન્નાથની યાત્રા 10 વાગે નીકરશે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નીકળશે.
  • ઇડર એસડીએમ દ્વારા સવારે 9થી 1 વાગ્યા સુધી 13 વિસ્તારોમાં કર્ફ્યુ જાહેર કરી અમલ કરાવવા પોલીસને સૂચના

અષાઢી બીજ સોમવારે ઇડરમાં રથયાત્રાને મંજૂરી અપાયા બાદ રથયાત્રાના રૂટમાં સમાવિષ્ટ 13 વિસ્તારોમાં લોકોના ટોળા એકત્ર ન થાય તે હેતુસર ઇડર એસડીએમ દ્વારા સવારે 09:00 થી 01:00 કલાક દરમ્યાન સંચારબંધી-કરફ્યુ જાહેર કરી તેનો અમલ કરાવવા પોલીસને સુચના આપી છે. આજે અષાઢી બીજ સોમવારે નીકળનારી ભગવાન જગન્નાથની યાત્રામા અષાઢી બીજના દિવસે કાયદો અને વ્યવસ્થા માટ ઇડર પોલીસે બંદોબસ્ત ગોઢવાઈ ગયો છે. ત્યારે ઇડર શહેરના રામદ્વારા મંદિરથી 10 વાગે નીકળશે હિન્દુ મુસ્લિમ વિસ્તાર ભગવાન જગન્નાથની યાત્રા નીકળનાર છે.

અષાઢી બીજના દિવસે ઇડરમાં પ્રતિવર્ષ રથયાત્રાનું ધામધૂમથી આયોજન થાય છે અને સેંકડો ભક્તો દર્શનનો લાભ લે છે ચાલુ વર્ષે પણ કોરોના મહામારીની દહેશતને કારણે સંક્રમણથી ફેલાય નહિ તે હેતુસર શરતોને આધીન રથ યાત્રાને મંજૂરી અપાઈ છે. વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને આરોગ્યની સલામતી બંને પાસાને નજર સમક્ષ રાખી પગલા લેવાઈ રહ્યા છે

તદુપરાંત રથયાત્રા નીકળે તે દરમિયાન સેંકડોની સંખ્યામાં જાહેર માર્ગો અને જાહેર માર્ગોની આસપાસ શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા ઉભા રહેતા હોય છે સંક્રમણ ન ફેલાય તે હેતુસર ઇડર એસડીએમ દ્વારા રથયાત્રાની નગરચર્યા દરમ્યાન રૂટમાં આવતા 13 જેટલા વિસ્તારોમાં સવારે 09:00 થી 01:00 સુધી ચાર કલાકની સંચારબંધી-કર્ફ્યુની જાહેરાત કરાઈ છે જેમાં જાહેર માર્ગો શેરીઓ ગલીઓ પેટાગલીઓ જાહેર જગ્યા પર વાહનો કે રાહદારીઓ અવરજવર ન કરે તેની તકેદારી રાખવા તાકીદ કરાઈ છે.

ખેડબ્રહ્મામાં રથયાત્રા મંદિર પરિસરમાં જ ફરશે
ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં આવેલ ઠાકોર મંદિર ટ્રસ્ટ સંચાલિત રાધાકૃષ્ણ મંદિરમાંથી શહેરમાં ભગવાનની રથયાત્રા યોજે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે સરકારના જાહેરનામુ પ્રસિદ્ધ થયા બાદ મદિર ટ્રસ્ટ દ્વારા ગામના વૈષ્ણવોની મિટિંગ શુક્રવાર મોડી રાત્રે બોલાવી હતી. જેને લઈ આજે સવારે મંદિરમાં ભગવાનની પૂજા કરી ધજા ધજારોહણ કરાશે ત્યારબાદ મંદિર પરિસરમાં જ ભગવાનની રથયાત્રા જ ફેરવાશે.

મોડાસામાં મંદિર પરિસરમાં જ ભગવાનનો રથ પરિભ્રમણ કરશે
​​​​​​​મોડાસા શહેરમાં કોરોનાની મહામારી ના કારણે આજે ભગવાન જગન્નાથજીની 39 મી રથયાત્રા બાલક નાથજીમંદિર પરિસરમાં જ કાઢવા માટે રથયાત્રા સમિતિ દ્વારા નિર્ણય કરાયો છે. જો કે ભગવાન જગન્નાથના દર્શને આવતા દર્શનાર્થીઓને ચુસ્તપણે માર્ક્સ સેનેટાઈઝર અને શોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવાનો રહેશે.તદુપરાંત મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ન થાય તે માટે તકેદારીના પગલારૂપે ટાઉન પોલીસ અને મોડાસા રથયાત્રા સમિતિ દ્વારા આયોજન કરાયું હોવાનું રથયાત્રા સમિતિના પ્રમુખ કિરીટભાઈ સુથાર અને મંત્રી ભરતભાઈ ભાવસારે જણાવ્યું હતું.

આ 13 વિસ્તાર કરફ્યુમાં સમાવિષ્ટ
(1) રામદ્વારા મંદિર-ધાંટી રોડનો તમામ વિસ્તાર
(2) મદની સોસાયટીનો તમામ વિસ્તાર
(3) પાંચ હાટડીયા સીવીલ સર્કલથી મમતા ટેલીકોમ સુધીનો તમામ વિસ્તાર
(4) મહામંદિર થી શાળા નં.2 તથા વડલાવાળી ફળી સુધીનો તમામ વિસ્તાર
(5) કસ્બા ચોક તેમજ જુમ્મા મસ્જિદથી કોરી કૂઈ સુધીનો સમગ્ર વિસ્તા૨
(6) કોરી કૂઈથી ભૂતિયા પુલ પરમાર વાસ નં.1 થી ધૂળેટા દરવાજા સુધીનો તમામ વિસ્તાર
(7) ધૂળેટા દરવાજાથી મહિલા કોલેજ થઈ નાયક નગર ત્રણ રસ્તા લાઈફ લાઈન હોસ્પિટલ સુધીનો તમામ વિસ્તાર
(8) લાઈફ લાઈન હોસ્પિટલથી સત્યમ ચાર રસ્તા સુધીનો વિસ્તાર
(૯) સત્યમ ચાર રસ્તાથી એપોલો ત્રણ રસ્તા સુધીનો બંને રોડ સાઈડનો વિસ્તાર
(10) એપોલો ત્રણ રસ્તાથી વિજય માર્કેટ થઈ ધૂળેટા દરવાજા સુધીના બંને રોડ સાઈડનો તમામ વિસ્તાર
(11) ધૂળેટા દ૨વાજાથી મનસુરી મરજીદ આગળ થઈ ટાવર ચોક સુધીનો તમામ વિસ્તાર
(12) ટાવર ચોકથી જૂના બજાર તથા ખરાદી બજાર સુધીનો તમામ વિસ્તાર
(13) ખરાદી બજારથી બંગલા વિસ્તાર થઈ શાળા નં.2 રોડની બંને બાજુનો વિસ્તાર

અન્ય સમાચારો પણ છે...