હિંમતનગરના મનોરપુરની વિધવાના પુત્રે પ્રેમલગ્ન કર્યાની અદાવત રાખી પુત્રવધૂના પરિવારના લોકો પુત્ર, પુત્રવધૂ અને તેમના બાળકોને મારી નાખવાના ઇરાદે શોધખોળ કરી રહ્યા હોવા અંગે મનોરપુર ગામના 13 જણાં વિરુદ્ધ રક્ષણ આપવા સા.કાં. એસ.પી.ને દાદ ગુજારતા ખળભળાટ મચી ગયો છે. ભોગ બનનાર મહિલાએ કાકલુદી કરી છે કે અગાઉ એસ.પી. કલેક્ટર, પ્રાંત અને ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા છતાં કોઈએ ધ્યાન આપ્યું નથી અને હવે મદદ ન મળી તો 8 મી એપ્રિલે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારાી છે.
એસ.પી.ને કરેલ લેખિત રજૂઆતની વિગત એવી છે કે મનોરપુરના મધુબેન નવલસિંહ મકવાણાના પતિનું સાતેક વર્ષ અગાઉ અવસાન થયું છે તેમના દીકરા ફુલસિંહ નવલસિંહને ગામની જાનકીબેન સોલંકી સાથે પ્રેમસંબંધ થતાં તા.30-08-17 ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા જેની અદાવત રાખી જાનકીબેનના પરિવારજનો રમેશજી જવાનજી ખાંટ, કિરણજી જવાનજી ખાંટ, રાહુલજી રમેશજી ખાંટ, લક્ષ્મીબેન રમેશજી ખાંટ, ભવાનજી કેશાજી ખાંટ, કરણજી ભવાનજી ખાંટ, સુમિત્રાબેન ભવાનજી ખાંટ, ભીખુસિંહ સરતાનસિંહ ખાંટ, સરતાનસિંહ પુંજાજી ખાંટ, રામાજી કેશાજી ખાંટ, દીપાજી લાલાજી ખાંટ, સંદીપજી લાલાજી ખાંટ (તમામ રહે. મનોરપુર તા.હિંમતનગર) તેમના પુત્ર, પુત્રવધૂ તેમજ બાળકોને મારી નાખવાના ઇરાદે શોધખોળ કરી રહ્યા હોઇ પાંચ વર્ષથી તેમનો પુત્ર અને પુત્રવધૂ હિંમતનગરમાં ભાડાના મકાનમાં રહે છે.
તા.04-10-17 ના રોજ મધુબેનની તબિયત લથડતા રાત્રે તેમનો પુત્ર અને પુત્રવધૂ આવતાં બધાએ ભેગા મળી માર માર્યો હતો અને આજ પછી ગામમાં આવશો તો મારી નાખી લટકાવી દઈશુંની ધમકીઓ આપી હતી જેની ફરિયાદ પણ નોંધાઈ હતી. શખ્સો અવારનવાર ધમકીઓ અને મારામારી કરતા હોઇ રજૂઆતો કરી રહ્યા છીએ. પરંતુ કોઈ અધિકારીએ રજૂઆતો ધ્યાને લીધી નથી. આ અરજી ધ્યાને નહીં લેવાય તો તા.08 એપ્રિલેપુત્ર, સગર્ભા પુત્રવધૂ તથા 3.5 વર્ષના બાળક સાથે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.