તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:હિંમતનગર-ડુંગરપુર ટ્રેકનું CRS સર્ટીફીકેટ મળતા રેલ સેવા શરૂ થશે

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શીડ્યુલીંગ જાહેર, અમદાવાદથી ડુંગરપુર બે ટ્રેન ફાળવાઇ

અમદાવાદથી હિંમતનગર ડેમૂ ટ્રેન ફરીથી શરૂ કરાયા બાદ ડુંગરપુર સુધીના રેલ્વે ટ્રેકનો સીઆરએસ થઈ ગયો હોવાથી અમદાવાદ-ડુંગરપુર રેલ સેવા શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે વેસ્ટર્ન રેલ્વે દ્વારા બે રેલ્વે ફાળવી શીડ્યુલીંગ જાહેર કરાતા આનંદની લાગણી ફેલાઈ છે. નોર્થ વેસ્ટર્ન રેલ્વે દ્વારા હિંમતનગરથી ડુંગરપુર સીઆરએસ સર્ટીફીકેટ આપવામાં આવ્યા બાદ ગણતરીના દિવસોમાં રેલ સેવા શરૂ થઈ જશે.

હિંમતનગર ડુંગરપુર રેલ્વે ટ્રેકનો સીઆરએસ થઈ ગયો હોવાથી અને સીઆરએસની વેલિડિટી માર્ચના અંતે પૂરી થનાર હોવાથી અમદાવાદ ડુંગરપુર રેલ સેવા શરૂ થવાની સંભાવનાઓ વધી ગઈ હતી દરમિયાનમાં કોઈ પ્રગતિ ન જણાતા રાજ્યસભાના સાંસદ હર્ષવર્ધનસિંઘે ડુંગરપુર રેલ સેવા શરૂ કરવા વેસ્ટર્ન રેલ્વેને પત્ર લખ્યો હતો.

તા.23/03/21ના રોજ વેસ્ટર્ન રેલ્વે દ્વારા અમદાવાદથી ડુંગરપુર વાયા હિંમતનગર બે ટ્રેન ફાળવી શીડ્યુલીંગ જાહેર કર્યું હતું જેમાં રવિવાર સિવાય એક ટ્રેન અસારવાથી સવારે 9:25 કલાકે ઉપડશે અને હિંમતનગર પહોંચી 11:45 કલાકે ડુંગરપુર રવાના થશે તથા 2:00 કલાકે ડુંગરપુર પહોંચશે. તેવી જ રીતે 14:20 કલાકે ડુંગરપુરથી બીજી ટ્રેન ઉપડશે જે હિંમતનગર ખાતે 16:23 કલાકે પહોંચશે અને 2 મિનિટના રોકાણ બાદ નીકળી 18:45 કલાકે અસારવા પહોંચશે. હિંમતનગરથી ડુંગરપુર સીઆરએસ ક્લીયરન્સ મળ્યા બાદ આ શીડ્યુલીંગ અમલી બનશે અને જાહેરનામા પ્રસિદ્ધ થશે.

આ અંગે નોર્થ વેસ્ટર્ન રેલ્વે અજમેર સ્ટેશનના ઈન્ચાર્જ ડીઆરએમ મહેશ દેવલીયાએ જણાવ્યું કે હિંમતનગર ડુંગરપુરનું CRS ક્લીયરન્સ આપી દેવાયું છે અને પ્રોસેસમાં છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એકાદ સપ્તાહમાં હિંમતનગર-ડુંગરપુર રેલ સેવા શરૂ થવાની સંભાવના પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો