ભેદ ઉકેલાયો:ધાડ, ઘરફોડ,પશુચોરીનો ફરાર મુલતાની ગેંગનો વોન્ટેડ ઝબ્બે

હિંમતનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 17 ગુનામાં છેલ્લા 6 વર્ષથી ફરાર હતો, 13 પશુચોરીનો ભેદ ઉકેલાયો

સા.કાં. એસઓજીએ ધાડ, ઘરફોડ અને પશુચોરીના 17 ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતાં કુખ્યાતને પકડી પૂછપરછ કરતાં પશુચોરીના વધુ 13 ગુનાનો ભેદ ખૂલ્યો હતો.એસ.ઓ.જી. પીઆઇ વાય.જે.રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.કે. રાઠોડ તથા સ્ટાફે બાતમીદારોને સક્રિય બનાવી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના વોન્ટેડ આરોપી જલાલ ઉર્ફે સલીમ અલ્લારખાં મુલતાની (33) (રહે. ચાંદ ટેકરી, મોડાસા અરવલ્લી)ની ચોક્કસ બાતમી મેળવી સહકારીજીન ચાર રસ્તાથી હડીયોલ જવાના રસ્તા ઉપરથી નીકળવા દરમ્યાન ઝડપી પોકેટકોપ મોબાઇલ તથા ઇ-ગુજકોપમાં સર્ચ કરી તપાસ કરતાં આ આરોપી ગુજરાત તથા રાજસ્થાન જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ધાડ, ઘરફોડ અને પશુચોરીના 17 ગુનામાં છેલ્લા 6 વર્ષથી વોન્ટેડ હોવાનું પણ ખુલ્યું હતું. જેથી વધુ પૂછપરછ કરતાં બીજા 13 પશુચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ખૂલ્યો હતો.

આટલા પશુચોરીના ગુનાની કબુલાત કરી :
આશરે પંદરેક દિવસ પહેલા જલાલ ઉર્ફે સલીમ અલ્લારખાં મુલતાની, આરીફ ખ્યાલી મુલતાની, મૌસિક રાજુ મુલતાની, સમીર સાબીર મુલતાની, હબીબ સાબીર મુલતાની અને જલાલ સાબ્બીર મુલતાની (રહે. ચાંદ ટેકરી, મોડાસા અરવલ્લી) એ ભેગા મળી ટાવેરા ગાડી લઇને ઇડરના બરવાવ ગામેથી રાત્રીના સમયે 22 બકરાની ચોરી કરી હતી.

 • બે થી અઢી વર્ષ પહેલા પ્રાંતિજ બજાર નજીક એક વાડામાંથી 20 બકરાની ચોરી કરી હતી.
 • દોઢ મહિના પહેલા રણાસણ થી ગાંભોઇ રોડ ઉપર રૂપાલકંપામાં વાડામાંથી 20 બકરાની ચોરી કરી હતી.
 • દોઢેક મહિના પહેલા સંતરામપુરથી ફતેપુરા જતા રોડ ઉપર સુખસર ફતેપુરા બાજુ ટાવેરા ગાડી લઇને અલગ અલગ ઘરોમાંથી એક - એક કરી 9 બકરાની ચોરી કરી હતી.
 • ચાર પાંચ મહિના પહેલા બનાસકાંઠા દાંતા સુલતાનપુરા ગામેથી માતાજીના કાન કાપેલા છૂટા 7 બકરાની બે જગ્યાએથી ચોરી કરી હતી.
 • પાંચથી છ મહિના પહેલા ઇડર ખેડબ્રહ્મા રોડેથી સિંગલ પટ્ટી રોડ પરથી એક ગામમાં જઇ અલગ અલગ 3 વાડામાંથી 10 બકરાની ચોરી કરી હતી.
 • દોઢ વર્ષ પહેલા વડોદરાથી આગળ દબકા ગામેથી એક વાડામાંથી 12 બકરાની ચોરી કરી હતી.
 • દોઢ થી બે વર્ષ અગાઉ વડોદરાથી આગળ દબકા ગામેથી અલગ અલગ 3 વાડામાંથી 12 બકરાની ચોરી કરી હતી.
 • આજથી બે વર્ષ અગાઉ ડાકોરથી આણંદ જતા રોડેથી ત્રણ વાડામાંથી 12 બકરાની ચોરી કરી હતી.
 • બે થી અઢી વર્ષ અગાઉ વિસનગર તથા તેની આજુબાજુના ગામોમાં ઝાયલો ગાડીમાં અલગ અલગ દિવસે 14 બકરાની ચોરી કરી હતી.
 • આજથી સાત આઠ મહિના પહેલા 407 ટ્રક લઇ રાજસ્થાન સલુંબર ગામમાંથી 06 પાડીઓની ચોરી કરી હતી.
અન્ય સમાચારો પણ છે...