તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:પુંસરીના યુવકે પરિણીતાને મોહજાળમાં ફસાવી છૂટાછેડા અપાવી દુષ્કર્મ આચર્યું

હિંમતનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યુવક વડોદરામાં પોલીસમાં, લગ્નનું વચન આપી છૂટાછેડા કરાવ્યા પછી તરછોડી

તલોદના પુંસરીના વતની અને હાલ વડોદરામાં ફરજ બજાવતા પોલીસકર્મીએ પરિણીત યુવતીને મોહજાળમાં ફસાવી છૂટાછેડા કરાવી પીંખતો રહ્યા બાદ તરછોડીને 5 મી એપ્રિલ સગાઇ કરવાનું આયોજન કરતાં પિડીતાએ સગાઇ રોકવા તંત્રને આહવાન કરી ચાંલ્લો-સગાઇ થવાના સંજોગોમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

પુંસરીના રાકેશકુમાર નટુભાઇ વાઘેલા ઘરની નજીકમાં રહેતી યુવતીના 11 વર્ષ અગાઉ પરિચયમાં આવ્યા બાદ અવારનવાર પ્રેમ સંબંધની વાત કરતા હતા. પરંતુ 5 વર્ષ અગાઉ યુવતીના લગ્ન થઇ ગયેલ હોઇ યુવતી ઇન્કાર કરતી રહી હતી. યુવતી સાથે લગ્ન કરવાનો વિશ્વાસ કેળવી લઇ મોહજાળમાં ફસાવતા યુવતીએ 5 વર્ષ અગાઉ છૂટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ રાકેશભાઇ વાઘેલા યુવતીને અવારનવાર અમદાવાદ, હિંમતનગર, ધનસુરા, તલોદ, મોડાસા, ફતેગંજ પોલીસ સ્ટેશનની સામેની સોસાયટીમાં ભાડાના મકાનમાં લઇ જઇને પીંખતો રહ્યો હતો દરમિયાન રાકેશભાઇની સગાઇ બાયડ તાલુકામાં થઇ હોવાની જાણ થતાં યુવતીએ આ અંગે રાકેશભાઇને પૂછતાં તેમણે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડતા તા.21-07-19 ના રોજ યુવતીએ દવા પી ને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા રાકેશભાઇએ હું તારી સાથે લગ્ન કરી તુ કોઇ ફરિયાદ કરીશ નહી કહી સમજાવીને જાન્યુ-20 સુધી પીંખતો રહ્યો હતો અને તા. 17-01-20 ના રોજ લગ્ન કરવાની ના પાડતા પિડીતાએ તા.25-01-20 નારોજ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાકેશભાઇ નટુભાઇ વાઘેલા સામે આઈપીસી 376 અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

પિડીતાએ આક્રોશ સાથે જણાવ્યું કે મારે ન્યાય જોઈએ છે વર્ષો સુધી શોષણ કર્યા બાદ હવે અન્ય યુવતી સાથે લગ્ન કરવાનુ નક્કી કર્યું છે 5 મી એપ્રિલે તેની સગાઇ - ચાંલ્લો રોકવામાં નહી આવે તો હું પુંસરી ગામમાં જ જીવન ટૂંકાવી લઇશ. તેમણે ઉમેર્યું ગત સપ્તાહમાં હું તેના ઘેર ત્રણ દિવસ રહીને આવી છુ. તેના પરિવારને પણ બધી ખબર છે, મારી જીંદગી બરબાદ કરનારને બીજી યુવતીની જીંદગી બરબાદ કરવા નહી દઉં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો