તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:પંચાયત અને વિકાસક્ષેત્રે ~48.53 લાખની જોગવાઇ

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હિંમતનગર તા. પંચાયતનું ~190.29 લાખનું બજેટ સર્વાનુમતે મંજૂર

હિંમતનગર તા.પં.ના સભાખંડમાં મંગળવારે વર્ષ 2021-22 નું બજેટ સભ્યોની મંજૂર કરાયું હતું. બજેટમાં સ્વભંડોળની આવક રૂ.190.29 લાખની સામે કુલ ખર્ચ રૂ. 143.45 લાખ અંદાજવામાં આવ્યું છે. પંચાયત અને વિકાસક્ષેત્રે રૂ.48.53 લાખની બજેટમાં જોગવાઇ કરાઇ છે.

બેઠક દરમ્યાન કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરાઇ હતી. મંગળવાર બપોરે 12 વાગે ટીડીઓ અક્ષયસિંહ રાજપુત અને ઉપપ્રમુખની હાજરીમાં બજેટ રજૂ કરતાં પ્રસ્તાવમાં તા.પં. પ્રમુખ વિનોદચંદ્ર પટેલે જણાવ્યું કે, તાલુકાનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયાસો કરીશું અને બજેટની જોગવાઇઓ તેમજ સરકારની વિકાસ કામોની વિવિધ યોજનાઓ થકી તાલુકાનો સહિયારો વિકાસ કરીશું તાલુકા પં.ના બજેટમાં તાલુકા પંચાયતના સ્વભંડોળ પૈકી નાની સિંચાઇની સુવિધાઓ માટે રૂ.25 લાખના ખર્ચનો અંદાજ મૂકાયો છે.

શિક્ષણક્ષેત્રે રૂ.2.90 લાખ,સમાજ કલ્યાણ ક્ષેત્રે 1.20લાખ,કુંટુંબ કલ્યાણ ક્ષેત્રે 2.20 લાખ તેમજ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોના વિકાસ માટે રૂ.1 લાખની જોગવાઇ કરાઇ છે.બજેટમાં સૌથી વધુ રકમ પંચાયત તથા વિકાસ ક્ષેત્રે રુ. 48.53 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે તે ઉપરાંત ખેતીવાડી ક્ષેત્રે રૂ.11 લાખ સામાન્ય વહીવટ વિભાગ માટે રૂ. 29.12 લાખ તેમજ વિવિધ કર્યો માટે વર્ષ દરમ્યાન રૂ. 17 લાખનો ખર્ચ થશે.અનુસંધાન-પેજ-3-પર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો