જાહેરનામું:સા.કાં.માં ચાઇનિઝ દોરી- તુક્કલના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિબંધ લાદતું જાહેરનામું 31 જાન્યુઆરી સુધી અમલી રહેશે

ઉત્તરાયણના તહેવારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને દોઢેક સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે સાબરકાંઠા કલેકટર દ્વારા ચાઇનિઝ દોરી અને ચાઈનિઝ લેન્ટર્ન-તુક્કલના ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે આ પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી અમલી રહેશે.

ઉત્તરાયણના તહેવાર દરમ્યાન ચાઈનિઝ માંઝા, નાયલોન, પ્લાસ્ટિક દોરી સિન્થેટિક માંઝા, સિન્થેટિક પદાર્થથી કોટિંગ કરેલ હોય અને નોન બાયોડિગ્રેડેબલ હોય તેવી દોરીનો ઉપયોગ કરી પતંગ ચગાવવાથી પશુ પક્ષીઓને નુકસાન ન પહોંચે તે અત્યંત જરૂરી છે. તદુપરાંત ચાઈનીઝ લેન્ટર્ન-તુક્કલમાં હલ્કી ક્વોલિટી ના સળગી જાય તેવા વેક્સ પદાર્થોના ઉપયોગને કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે.

આ સિવાય સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાને કારણે આગ લાગવાના પણ બનાવો બને છે. જેને અટકાવવા જરૂરી હોઈ સાબરકાંઠા કલેક્ટર હિતેશ કોયાએ 31 જાન્યુઆરી સુધી અમલી એવું જાહેરનામું પ્રસિદ્ધ કરી ચાઇનિઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન વેચાણ ઉપયોગ પર પ્રતિબંધ લાદી કાયદેસર કાર્યવાહી કરવાની કડક ચેતવણી આપી છે.

અન્ય સમાચારો પણ છે...