ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધો-12 વિજ્ઞાન પ્રવાહની ગુજકેટ 2022ની પરીક્ષા હિંમતનગરના 13 કેન્દ્રો પર તા.18/04/22 ના રોજ સોમવારે સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા દરમિયાન યોજાશે.
પરીક્ષા સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તેમજ ગેરરીતિ અટકાવવા કલેક્ટર હિતેષ કોયાએ પરીક્ષા સમય દરમિયાન તથા પરીક્ષા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની આસપાસ 200 મીટરની ત્રિજ્યામાં કોઇપણ વ્યકિત મોબાઇલ, પેજર, સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, સ્માર્ટ વોચ, ટેબલેટ કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગ નહી કરી શકે, પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસોએ એકત્ર થવું નહી, સૂત્રોચ્ચાર કરવા નહીં, સરઘસ અથવા રેલી કાઢવી નહી તથા પરીક્ષા કેન્દ્રોની આસપાસ 200 મીટર સુધીની ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીનો ચાલુ રાખવા નહીં, પરીક્ષા કેન્દ્રની આજુબાજુના વિસ્તારમાં માઇક, મ્યુઝીક ન વગાડવા સહિતના પ્રતિબંદો લાદતુ જાહેર નામુ બહાર પાડ્યુ છે અને હુકમનો ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે.
અરવલ્લી અધિક કલેકટર એન.ડી.પરમારે જિલ્લાના સબંધિત પરીક્ષા કેન્દ્રો ના વિસ્તારમાં પરીક્ષા સ્થળોની આસપાસના ઝેરોક્ષ સેન્ટર શરૂ રાખવા અંગે જાહેરનામા દ્વારા મનાઈ ફરમાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.